ઇઝરાયેલ ‘ગાઝાને મિટાવવા, તેના લોકોને ખતમ કરવા દોડી રહ્યું છે’ : હેરિટેજ મંત્રી

(એજન્સી)                                                                               તા.૨૫
ઇઝરાયેલના દૂર દક્ષિણપંથી હેરિટેજ મંત્રી અમીચાઇ એલિયાહુએ ગુરૂવારે જણાવ્યું હતું કે, તેમની સરકાર ‘ગાઝા અને તેની પેલેસ્ટીનીયન વસ્તીને મિટાવવા માટે સમય સામે દોડી રહી છે’ અને જણાવ્યું કે, આ પ્રદેશ ‘સંપૂર્ણપણે યહૂદી’ બની જશે. ‘સરકાર ગાઝાને મિટાવવા દોડી રહી છે. અમે આ દુષ્ટતાનો નાશ કરી રહ્યા છીએ. અમે તેના રહેવાસીઓને મિટાવી રહ્યા છીએ,’ ઈલિયાહુએ ઈઝરાયેલના કોલ બારામા રેડિયોને જણાવ્યું.
રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇટામર બેન-ગવીરની આગેવાની હેઠળની અલ્ટ્રાનેશનલિસ્ટ ઓત્ઝમા યેહુદિત (યહૂદી શક્તિ) પાર્ટીના સભ્ય એલિયાહુએ એન્કલેવમાં વધતી ભૂખ અંગેની ચિંતાઓને ફગાવી દીધી.તેમણે જણાવ્યું કે, ‘અમારે ગાઝામાં ભૂખ સાથે વ્યવહાર કરવાની જરૂર નથી. મંત્રીએ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરકારની ટીકા કરનારા વિપક્ષી નેતાઓ પર પણ પ્રહાર કરતા કહ્યું, ‘યાર ગોલન અને એહુદ ઓલમર્ટ જેવા બીમાર લોકોએ તેમની ઓળખ અને ઇઝરાયેલી લોકો માટે તેમનું સમર્થન ગુમાવ્યું છે.’ ઈઝરાયેલે ઓક્ટોબર ૨૦૨૩થી ગાઝા પટ્ટીમાં ૫૯,૨૦૦થી વધુ પેલેસ્ટાઈનીઓને મારી નાખ્યા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. લશ્કરી અભિયાને એન્કલેવને બરબાદ કરી દીધું છે, આરોગ્ય પ્રણાલીને ભાંગી નાખી છે અને ખોરાકની તીવ્ર અછત ઊભી કરી છે. ગયા નવેમ્બરમાં, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે નેતન્યાહુ અને તેમના પૂર્વ સંરક્ષણ મંત્રી, યોવ ગાલાન્ટ, ગાઝામાં યુદ્ધ અપરાધો અને માનવતા વિરૂદ્ધના ગુનાઓ માટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ઈઝરાયેલને ઈન્કલેવ પરના યુદ્ધ માટે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં નરસંહારના કેસનો પણ સામનો કરવો પડે છે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts