ઇઝરાયેલ દ્વારા સહાય સમૂહો પર પ્રતિબંધનાગાઝામાં ‘ભયાનક’ પરિણામો આવશે

(એજન્સી) તા.૧
ઇઝરાયેલ કહે છે કે તે યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીમાં કાર્યરત સહાય સમુહો માટેના તેના નવા નિયમોનું પાલન ન કરવા બદલ ડોક્ટર્સ વિધાઉટ બોર્ડર્સ (MSF) સહિત ત્રણ ડઝનથી વધુ માનવતાવાદી સંગઠનોને સસ્પેન્ડ કરશે. ગાઝામાં કાર્યરત સૌથી મોટા તબીબી સમુહોમાનુ એક MSF, જ્યાં આરોગ્ય ક્ષેત્રને લક્ષ્ય બનાવવામાં આવ્યું છે અને મોટાભાગે નાશ કરવામાં આવ્યો છે, કહે છે કે ઇઝરાયેલના નિર્ણયની ગાઝા પટ્ટીમાં તેના કાર્ય પર વિનાશક અસર પડશે, જ્યાં તે લગભગ ૨૦ ટકા હોસ્પિટલ બેડ અને ત્રીજા ભાગની ડિલિવરીમાં સહાય પૂરી પાડે છે. સંગઠને તેના સ્ટાફ વિશે ઇઝરાયેલના આરોપોને પણ નકારી કાઢ્યા. પેલેસ્ટીની શરણાર્થીઓ માટેની સંયુક્ત રાષ્ટ્ર એજન્સી કહે છે કે ભારે વરસાદ અને ભારે પવન વચ્ચે તેમનો પુરવઠો ગાઝામાં પ્રવેશવા માટે તૈયાર છે, પરંતુ ઇઝરાયેલી અધિકારીઓ તેમને મંજૂરી આપી રહ્યા નથી. તેના તાજેતરના ઓપરેશનલ અપડેટમાં,UNRWAએ જણાવ્યું કે ૧.૧ મિલિયન લોકો માટે પૂરતો ખોરાક, ૨.૧ મિલિયન લોકો માટે લોટ અને લાખો લોકો માટે આશ્રય સામગ્રી સરહદ પર મૂકવામાં આવી છે. ઇઝરાયેલી અધિકારીઓએ જાન્યુઆરીના અંતથી એજન્સીના આંતરરાષ્ટ્રીય સ્ટાફને ગાઝા સહિત કબજા હેઠળના પેલેસ્ટીની પ્રદેશમાં પ્રવેશવા માટે વિઝા કે પરમિટ આપ્યા નથી. તેઓUNRWAને ગાઝા પટ્ટીમાં માનવતાવાદી સહાય લાવવાથી અટકાવવાનું ચાલુ રાખે છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બિન-સરકારી સંગઠનોના એક સમૂહે ઇઝરાયેલને ૩૭ સંગઠનો પર લાદવામાં આવેલા સસ્પેન્શન પર પુનર્વિચાર કરવા વિનંતી કરી છે. ગાઝા અને કબજાવાળા વેસ્ટ બેંકમા કાર્યરત યુએન એજન્સીઓ અને બિન-સરકારી સંગઠનો વચ્ચેના નિર્ણયોનું સંકલન કરતી માનવતાવાદી દેશ ટીમે જણાવ્યું કે તે ઇઝરાયેલી અધિકારીઓને આ પગલા પર પુનર્વિચાર કરવા વિનંતી કરી રહી છે. સમૂહે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બિન-સરકારી સંગઠનો કબજાવાળા પેલેસ્ટીની પ્રદેશમાં જીવન બચાવનાર માનવતાવાદી કામગીરીનો એક આવશ્યક ભાગ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks