
(એજન્સી) ચંદીગઢ, તા.૨૫
પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણની પત્ની સફા મિર્ઝાનો તેમના સસરા સાથે ‘રેપિડ-ફાયર રાઉન્ડઅપ’ રમતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઇન્સ્ટાગ્રામ પર કોલાબોરેશન સુવિધાનો ઉપયોગ કરીને સફા મિર્ઝા દ્વારા ઇરફાન પઠાણ સાથેનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેનું કેપ્શન હતુંઃ ‘સૌથી શાનદાર ફાધર-ઈન-લૉ વાત કરવા માટે ઘણું બધું હતું પણ અત્યારે ભાગ ૧ અહીં છે ! ?’
સફાનો પહેલો સવાલ : ચા કોણ સારી બનાવે છે ? ઈરફાન કે હું ?
તેના પર સસરાએ જવાબ આપ્યો કે ઈરફાન પઠાણ સારી ચા બનાવે છે. ત્યારે સફા કહે છે કે, મને ખબર હતી કે તમે એમનું જ નામ લેવાના છો. ચા પસંદ હોવાનું કારણ જણાવતાં ઈરફાન કહે છે કે, ખાન સાહેબને ચામાં ખાંડ વધુ જોઈતી હોય છે. હવે આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સોશીયલ મીડિયા પર લોકો હવે આ વીડિયોના બીજા ભાગની માંગ કરી રહ્યા છે. ૩ ફેબ્રુઆરીએ ઇરફાન પઠાણે તેની પત્ની સફાનો ચહેરો રીવિલ કર્યો હતો. આ તેમની ૮મી એનિવર્સરી હતી. ઈરફાન પઠાણે તે સમયે તેની પત્ની માટે ટિ્વટ પણ કરી હતી.