ઇરાકના કુટશહેરમાં એક હાઇપર માર્કેટમાં ભીષણ આગ લાગતાં ૬૯ લોકો જીવતા ભૂંજાઇ ગયા

(એજન્સી)                              તા.૧૭
રાજ્ય સંચાલિત ઇરાકી ન્યૂઝ એજન્સી (INA) એ ગુરૂવારે પ્રાંતના ગવર્નર મોહમ્મદ અલ-મિયાહીને ટાંકીને જણાવ્યું હતું, પૂર્વી ઇરાકના અલ-કુટ શહેરમાં એક હાઇપર માર્કેટમાં ભીષણ આગ લાગી હતી.જેના કારણે ૬૯ લોકો જીવતા ભૂંજાઇ ગયા હતા. અન્ય ૧૧નો પત્તો લાગ્યો નથી. રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે, સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં રાત્રે પાંચ માળની ઇમારતમાં આગ લાગી હતી જ્યારે અગ્નિશામકો આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, ફૂટેજની સત્યતા ચકાસી શકાઈ નથી.   આગનું ચોક્કસ કારણ અસ્પષ્ટ છે. જોકે, રોઇટર્સના જણાવ્યા મુજબ, ગવર્નરે જણાવ્યું હતું કે તપાસના પ્રારંભિક તારણો ૪૮ કલાકમાં જાહેર કરવામાં આવશે.  ૈંદ્ગછએ ગવર્નરને ટાંકીને કહ્યું, અમે ઇમારત અને મોલના માલિક સામે મુકદ્દમો દાખલ કર્યા છે. આગ લાગી ત્યારે પરિવારો ભોજન અને ખરીદી કરી રહ્યા હતા, ગવર્નરે ઉમેર્યું, અમારા પર એક દુર્ઘટના અને આફત આવી છે. ગવર્નરે એમ પણ કહ્યું કે બગદાદથી લગભગ ૧૬૦ કિલોમીટર દક્ષિણપૂર્વમાં આવેલા કુટ શહેરમાં, સવારે ૪ઃ૦૦ વાગ્યા સુધી એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને લાવવામાં આવતા રહ્યા, જેનાથી હોસ્પિટલના પલંગ ભરાઈ ગયા.  તેમણે ઉમેર્યું કે, અગ્નિશામકોએ ઘણા લોકોને બચાવવામાં સફળતા મેળવી અને આખરે આગ ઓલવી નાખી.  અધિકારીઓએ આગના કારણની તપાસ શરૂ કરી છે, અને પ્રાંતમાં ત્રણ દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts