ઇસ્લામ એક સંપૂર્ણ જીવન વ્યવસ્થા છે

રમઝાન સંદેશ-૨૩

ઈસ્લામનો પણ આવો જ મામલો છે. જો માત્ર ઈસ્લામ કેટલીક આસ્થાઓ અને અંગત પ્રાર્થનાઓનું મિશ્રણ હોત તો તેને કદાચ શૈતાની શક્તિઓ સાથે સંઘર્ષની કોઈ જરૂરત જ ન હતી. પરંતુ ઈસ્લામ એક સંપૂર્ણ જીવન વ્યવસ્થા છે. તે મનુષ્ય જીવનના સામાજીક, નૈતિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય વગેરે તમામ પાસાઓમાં મૂલ્યો અને સિદ્ધાંતો સૂચવે છે. મનુષ્યને કાયદા-કાનૂનનો પાબંદ બનાવે છે. તે જીવનની આચાર-સંહિતા આપે છે. તે મનુષ્યનું તેના આધ્યાત્મિક જીવનથી લઈને જાહેર જીવન અંગે ચોક્કસ અને પૂર્ણ દિશાસૂચન કરે છે. સમાજની સકારાત્મક બુનિયાદો ઉપર સંરચના અને ઈશ્વરના જ સર્જન હોવાને સંબંધે પ્રત્યેક મનુષ્યના જન્મસિદ્ધ અધિકારોનું જતન તેમજ લોકોના સુખ-ચેનની બાહેંધરી માટે તેની કાર્ય પદ્ધતિમાં ઉપદેશ અને શિખામણની સાથે બળપ્રયોગ પણ સામેલ છે. બગડેલા લોકોને ઈસ્લામની આસ્થાઓથી કદાચ કોઈ નફરત નથી, બલ્કે તેમને તેની કાનૂની અને નૈતિક પાબંદીઓથી ઈન્કાર છે, જે સમાજની સુખાકારી માટે જરૂરી છે. કુકર્મ આચરનાર અને ગુનેગાર ચોરી કરે છે તો ઈસ્લામ તેના હાથ કાપવાની ધમકી આપે છે, તે વ્યાભિચાર આચરે છે તો ઈસ્લામ તેને કોડા મારવાની આજ્ઞા કરે છે, તે વ્યાજ દ્વારા લોકોનું શોષણ કરે છે તો ઈસ્લામ તેને ઈશ્વર અને પયગંબર વિરુદ્ધ બળવો માનીને તેના સામે યુદ્ધની ઘોષણા કરે છે, કોઈ વૈધ-અવૈધ અને ઉચિત-અનુચિતના નિયંત્રણોને તોડીને ખુલ્લેઆમ પોતાની મરજી મુજબ વર્તે છે, તો ઈસ્લામ તેને તે સીમાઓને ઓળંગવા નથી દેતો. તેથી જ પોતાની મનેચ્છાઓની પૂર્તિમાં લિપ્ત વ્યક્તિ આવા કાનૂનનો વિરોધ કરે છે અને તેનાથી નફરત કરવા લોકોને પણ સમજાવે છે. આમ, હઝરત મુહમ્મદ (સ.અ.વ.)એ શાંતિનો એવો માહોલ ઊભો કર્યો, જે નૈતિક અને માનવીય ગુણોને પાંગરવા માટે જરૂરી છે અને જેનાથી સમાજ પ્રગતિ અને વિકાસ તરફ આગળ વધી શકે છે. ધીમે-ધીમે ઉદ્દંડતા અને દુરાચારોનો હૃદયમાં લાગેલો કાટ દુર થવા લાાગ્યો, મનો-મસ્તિષ્કમાં વ્યાપ ગંદકી દૂર થવા લાગી, આત્માનું પ્રદૂષણ દૂર થઈ ગયું. આંખો સામેથી પડદો હટતાં જ સત્યની જ્યોતિ દૃષ્ટિગોચર થઈ તથા તે હઠાગ્રરહ અને અહંકાર પણ દૂર થઈ ગયા, જે સત્ય-સ્વીકારના માર્ગમાં અવરોધરૂપ બને છે.
(ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks