ઈંગ્લેન્ડ બીજી ઈનિંગમાં ર૧૮ રનમાં સમેટાયુંઃત્રીજી ટેસ્ટમાં ધમાકેદાર જીત સાથે ઓસ્ટ્રેલિયાનો એશીઝ પર કબજો

પર્થ,તા.૧૮
ઈંગ્લેન્ડને વરસાદના વિઘ્નવાળી ત્રીજી ટેસ્ટના અંતિમ દિવસે એક ઈનિંગ અને ૪૧ રને હરાવી ઓસ્ટ્રેલિયાએ એશીઝ સિરીઝ પોતાના નામે કરી લીધી છે. ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં ર૧૮ રનમાં સમેટાઈ ગઈ. આ સાથે જ પાંચ મેચોની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની લીડ ૩-૦ થઈ ગઈ. તેણે બ્રિસ્બેન અને એડીલેડ ટેસ્ટ પણ જીતી હતી. ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે જ ઈંગ્લેન્ડની ચાર વિકેટ ૧૩ર રનમાં ઝડપી લીધી હતી. ઈંગ્લેન્ડને ઈનિંગની હારથી બચવા માટે આજે ૧ર૭ રન બનાવવાના હતા અને તેની ૬ વિકેટ બાકી હતી. વરસાદના કારણે લંચ પહેલા એકપણ બોલ ફેંકાયો ન હતો ત્યારબાદ પિચનો એક ભાગ ઘણો લીલો હતો. મેદાન કર્મચારીઓએ તેને સુકાવવાનો ઘણો પ્રયાસ કર્યો પણ વારંવાર વરસાદના કારણે તેમના કામમાં અવરોધ ઊભો થયો. રમત ફરી શરૂ થયા બાદ તૂટતી પિચ ઉપર બોલ ખતરનાક રીતે બાઉન્સ થવા લાગ્યો અને જેના કારણે વિકેટ સતત પડતી ગઈ અને શાનદાર વિજય સાથે ઓસ્ટ્રેલિયા એશીઝ કબજે કરવામાં સફળ રહ્યું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks