હમાસ દ્વારા ઑક્ટોબર ૭ના હુમલાના મુખ્ય સૂત્રધાર ગણાતા દાઈફ આ પહેલાં ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા સાત હત્યાના પ્રયાસોમાં બચી ગયા હતા
(એજન્સી) તા.ર
ઇઝરાયેલી સૈન્યએ જાહેરાત કરી હતી કે તેઓએ ૧૩ જુલાઇએ ખાન યુનિસના દક્ષિણ ગાઝા વિસ્તારમાં હમાસના લશ્કરી વડા મોહમ્મદ દાઈફની હત્યા કરી હતી. ૫૮ વર્ષીય દાઈફ હમાસ દ્વારા ૭ ઓક્ટોબરના હુમલાનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવતો હતો. એ પછી ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં પેલેસ્ટીનમાં ૩૯,૪૪૫ લોકોની હત્યાઓ થઈ છે જેમાં ૧૫,૦૦૦થી વધુ બાળકોનો સમાવેશ થાય છે અને ૩૧ જુલાઈ સુધીમાં ૯૧,૦૭૩થી વધુ લોકો ઘાયલ થયા છે. ૨૦૦૨માં, ઇઝરાયેલે તેના પુરોગામી અને સ્થાપક નેતા સલાહ શેહદેહની હત્યા કર્યા પછી દાઇફે કાસમ બ્રિગેડનો હવાલો સંભાળ્યો હતો. ઇઝરાયેલ દાવો કરે છે કે તેની પાસે તેમના મૃત્યુના પુરાવા છે, પણ એક અધિકારીએ ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું હતું કે દાઈફ સ્વસ્થ છે અને હમાસની કામગીરીની દેખરેખ રાખે છે.
મોહમ્મદ દાઈફ કોણ છે ?
ખાન યુનિસના એક શરણાર્થી શિબિરમાં ૧૯૬૫માં જન્મેલા, દાઈફનું મૂળ નામ મોહમ્મદ દીઆબ ઇબ્રાહિમ અલ-મસરી છે. ૧૯૪૮ પછી ઇઝરાયેલ દ્વારા બાંધવામાં આવેલા થોડા શરણાર્થી શિબિરોમાંના એકમાં ગરીબ પરિવારમાં જન્મ્યા હોવા છતાં, તેઓએ ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનની ડિગ્રી પ્રાપ્ત કરી હતી જ્યાં તેમણે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. તેમણે યુનિવર્સિટીનું નેતૃત્વ પણ કર્યું અને સ્ટેજ પર કોમેડી રજૂ કરી હતી. ૧૯૮૭માં જ્યારે હમાસની સ્થાપના કરવામાં આવી હતી અને પ્રથમ ઇનતીફીદા અથવા પેલેસ્ટીની બળવો જે ૧૯૮૭માં શરૂ થયો હતો અને ઓસ્લો સમજૂતી પર હસ્તાક્ષર સાથે ૧૯૯૩માં સમાપ્ત થયો હતો ત્યારે તેઓ તેમાં જોડાયા હતા. ૧૯૮૯માં, તેઓને ઇઝરાયેલ દ્વારા ૧૬ મહિના માટે અટકાયતમાં રાખવામાં આવ્યો હતો. ૨૦૦૨માં, ઇઝરાયેલે તેના પુરોગામી અને સ્થાપક નેતા સલાહ શેહદેહની હત્યા કર્યા પછી તેઓએ કાસમ બ્રિગેડનો હવાલો સંભાળ્યો. કાસમ બ્રિગેડ હમાસની લશ્કરી પાંખ છે જેણે ઑક્ટોબર ૭ના રોજ ઇઝરાયેલની અંદર હુમલા કર્યા, જેમાં ૧,૪૦૦થી વધુ લોકો માર્યા ગયા અને તેઓએ લગભગ ૨૦૦ લોકોને બંદી બનાવ્યા હતા. ગાર્ડિયનના જણાવ્યા અનુસાર, તેઓ ઓછામાં ઓછા સાત ઇઝરાયેલી હત્યાના પ્રયાસોમાં બચી ગયા હતા અને જો ઇઝરાયેલના દાવા સાચા હોય તો તેણે આઠમા પ્રયાસમાં તેની હત્યા કરી છે. જો કે, હમાસના સૂત્રોએ જણાવ્યું હતું કે ઇઝરાયેલના એક હત્યાના પ્રયાસમાં તેઓએ તેમની એક આંખ ગુમાવી દીધી હતી અને એક પગમાં ગંભીર ઇજાઓ થઇ હતી. હમાસ એક ઇસ્લામિક સંગઠન છે અને તેના માટે અનુભવી, સક્ષમ અને સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ, દાઈફ તાજેતરના વર્ષોમાં ગાઝામાં વધુ અસરકારક રોકેટ બનાવવાના હમાસના પ્રયાસો અને સમગ્ર પ્રદેશમાં વિશાળ ટનલ સંકુલની દેખરેખ રાખતા હતા અને એવી અફવા પણ છે કે તેમને લડવૈયાઓને તાલીમ આપવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેની પત્ની, ૭ મહિનાનો પુત્ર અને ૩ વર્ષની પુત્રી ૨૦૧૪માં ઇઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. ઑક્ટોબર ૭ના રોજ હમાસનો હુમલો ત્રણ સભ્યોની લશ્કરી પરિષદના આયોજનનું પરિણામ હતું જેમણે જેરુસલેમમાં અલ-અક્સા મસ્જિદ પર ઇઝરાયેલના હુમલાના બદલા તરીકે આ હુમલાની યોજના બનાવી હતી. ગાઝામાં હમાસના નેતા યાહ્યા સિનવાર અને તેના નાયબ મારવાન ઇસા માર્ચ ૨૦૨૪માં માર્યા ગયા હતા, અને આ બંને અને દાઈફે ઇસ્લામના ત્રીજા સૌથી પવિત્ર સ્થળ, અલ-અક્સા મસ્જિદ પર ઇઝરાયેલના હુમલાનો બદલો લેવા આ હુમલાની યોજના બનાવી હતી. ૨૦૨૪માં, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના પ્રોસીક્યુટરે ૭ ઓક્ટોબરના હુમલા અંગે દાઈફ, સિનવાર અને અન્ય માટે વોરંટની વિનંતી કરી હતી. જો કે, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ અને તેમના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટ માટે પણ વોરંટ જારી કરવામાં આવ્યા હતા.