
ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાને કહ્યું કે,‘અમે બહુસ્તરીય સંરક્ષણ સાથે તૈયાર છીએ’
(એજન્સી) તા.૭
ઈરાને દમાસ્કસમાં તેના સીરિયન વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયેલ દ્વારા કરાયેલા શંકાસ્પદ હુમલા બાદ બદલો લેવાની પ્રતિજ્ઞા લેતા યુ.એસ.ને ‘બાજુ હટી જવા’ કહ્યું છે. ઇરાની રાષ્ટ્રપતિના સહાયક મોહમ્મદ જમશીદીએ એક લેખિત સંદેશમાં ઠ પર લખ્યું, ‘ઇસ્લામિક ગણતંત્ર ઇરાન યુએસ નેતાગીરીને ચેતવણી આપે છે કે તે નેતન્યાહૂની જાળમાં ન ખેંચાય અને દૂર રહે જેથી તેને નુકસાન ન થાય.’ તેમણે ઉમેર્યું કે,‘જવાબમાં યુએસએ ઈરાનને અમેરિકન સુવિધાઓને નિશાન ન બનાવવા કહ્યુ છે. અમેરિકાએ હજુ સુધી ઈરાનના કથિત સંદેશનો જાહેરમાં જવાબ આપ્યો નથી. તેહરાનના પ્રોક્સી હિઝબોલ્લાહે પણ તેલ અવીવને ચેતવણી આપી હતી કે તે યુદ્ધ માટે તૈયાર છે કારણ કે હમાસે ઇઝરાયેલ પર ૭ ઓક્ટોબરે હુમલો કર્યા બાદથી તાજેતરનો આ હુમલો ‘પરિસ્થિતિમાં મહત્વના વળાંક’ સમાન છે અને તે યુદ્ધ માટે તૈયાર છે. કથિત ઇઝરાયલી હુમલામાં કુદ્સ ફોર્સના વરિષ્ઠ કમાન્ડર બ્રિગેડિયર જનરલ મોહમ્મદ રેઝા ઝાહેદી સહિત ઈરાનના રિવોલ્યુશનરી ગાડ્ર્સ કોર્પ્સના સાત સભ્યો માર્યા ગયા હતા. લેબનીઝ મૌલવી અને હિઝબુલ્લાહના સેક્રેટરી-જનરલ સૈયદ હસન નસરાલ્લાહે કહ્યું, ‘ચોક્કસ રહો, ખાતરી કરો કે દમાસ્કસમાં કોન્સ્યુલેટને નિશાન બનાવતા હુમલાનો જવાબ ઈરાન ચોક્કસપણે ઈઝરાયેલને આપવામાં આવશે.’ ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે જણાવ્યું હતું કે,તેલ અવીવે લશ્કરી દળના તમામ એકમોની રજાઓ રદ કરી દીધી છે અને હવાઈ સંરક્ષણ એકમો માટે વધુ સૈનિકો એકત્રિત કર્યા છે.તેમણે જણાવ્યું હતું કે,‘બધી જ જગ્યાએ દુશ્મનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને તેથી દુશ્મન જવાબ આપવાના રસ્તાઓ શોધી રહ્યા છે પણ અમે બહુ-સ્તરીય સંરક્ષણ સાથે તૈયાર છીએ.’