ઈરાનની બિન-આવશ્યક મુસાફરી ટાળો : ભારત મધ્યપૂર્વના તણાવ વચ્ચે નાગરિકોને સલાહ

(એજન્સી) તા.૨
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. ઈઝરાયેલે હમાસના વડા હાનિયાહ અને હિઝબુલ્લાહના વડા નસરલ્લાહનો ખાત્મો બોલાવ્યા બાદ મધ્ય-પૂર્વમાં ફફડાટનો માહોલ છે. જેથી ઈરાને તેની એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે. ઈરાનની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ગુરૂવારે ઈરાને સ્થાનિક સમય મુજબ સવારે ૫ વાગ્યા સુધી તમામ ફ્લાઈટ્‌સ રદ કરવાની જાહેરાત કરી છે. મંગળવારની રાતે ઈરાને ઇઝરાયલ પર ૧૮૧ બેલેસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન ઈઝરાયેલે એક કલાક તેમજ બેન ગુરિયન એરપોર્ટની થોડા સમય માટે એરસ્પેસ બંધ કરી દેવામાં આવી હતી. ઈરાનમાં રહેતા તેના નાગરિકો માટે ભારતના વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરતા કહ્યું હતું કે, ઈરાનમાં રહેતા ભારતીયોએ સતર્ક રહેવું જોઈએ. તેમજ ઈરાનની મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત તહેરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનમાં રહેતા તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ઈરાનમાં રહેતા ભારતીયોએ સતર્ક રહેવું જોઈએ. મંત્રાલયે લોકોને ઈરાનની મુસાફરી ન કરવાની સલાહ પણ આપી છે. તહેરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks