ઈરાને નાતાન્ઝ પરમાણુ સ્થળ પર હુમલાના અહેવાલ આપ્યા બાદ યુએન પરમાણુ નિરીક્ષકની ‘લશ્કરી સંયમ’ રાખવા હાકલ

(એજન્સી) તેહરાન/વિયેના, તા.રર
યુએન પરમાણુ નિરીક્ષક સંસ્થાએ શનિવારે કહ્યું કે તે ઈરાનના એક અહેવાલની તપાસ કરી રહી છે કે અમેરિકા અને ઇઝરાયેલ સાથેના યુદ્ધમાં નાતાન્ઝ પરમાણુ સ્થળ પર હુમલો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (ૈંછઈછ) ના વડા રાફેલ ગ્રોસીએ “પરમાણુ અકસ્માતના કોઈપણ જોખમને ટાળવા માટે લશ્કરી સંયમ રાખવાની હાકલ”નું પુનરાવર્તન કર્યું, એજન્સીએ ઠ પર પોસ્ટ કર્યું હતં. “ૈંછઈછને ઈરાન દ્વારા જાણ કરવામાં આવી છે કે નાતાન્ઝ પરમાણુ સ્થળ પર આજે હુમલો કરવામાં આવ્યો હતો. ઑફ-સાઇટ રેડિયેશન સ્તરમાં કોઈ વધારો થયો નથી.” રાયટર્સે અહેવાલ આપ્યો છે કે રશિયન વિદેશ મંત્રાલયે શનિવારે ઈરાનની નાતાન્ઝ સંવર્ધન સુવિધા પર થયેલા હુમલાની નિંદા કરી છે. “આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે,” મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ઈરાને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીને જાણ કરી છે કે નાતાન્ઝ પરમાણુ સંવર્ધન સ્થળ પર શનિવારે હુમલો કરવામાં આવ્યો હતો, એજન્સીએ ઠ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું. ઈસ્લામિક રિપબ્લિકના પરમાણુ ઊર્જા સંગઠને જણાવ્યું હતું કે શનિવારે ઈરાનના નાતાન્ઝ પરમાણુ સુવિધા પર યુનાઇટેડ સ્ટેટ્‌સ અને ઇઝરાયેલે હુમલો કર્યો હતો. “અમેરિકા અને આપણા દેશ સામે યુદ્ધ કરી રહેલા ઝાયોનિસ્ટ શાસન દ્વારા કરવામાં આવેલા ગુનાહિત હુમલાઓ બાદ, આજે સવારે … નાતાન્ઝ સંવર્ધન સંકુલને નિશાન બનાવવામાં આવ્યું હતું,” સંગઠને તસ્નીમ સમાચાર એજન્સી દ્વારા રજૂ કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમાં ઉમેર્યું હતું કે મધ્ય ઈરાનના વિસ્તારમાં “કિરણોત્સર્ગી પદાર્થોના કોઈ લીકેજની જાણ થઈ નથી”.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts