ઈરાને ‘યુદ્ધ અને રાજદ્વારી બંને મોરચે જીત મેળવી’ : ટ્રમ્પના આત્મસમર્પણના આહ્‌વાન બાદ ઈરાની વિદેશ મંત્રીનો દાવો

જે લોકો પહેલાં ઈરાન પાસેથી ‘બિનશરતી આત્મસમર્પણ’ ઈચ્છતા હતા, તેઓએ જ પાછળથી ‘વાટાઘાટો માટે વિનંતીઓ કરવી પડી’ : અબ્બાસ અરાઘચી

(એજન્સી) ઈસ્તંબુલ/તહેરાન, તા.૧૮
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આત્મસમર્પણ કરવા અને ‘સફેદ ઝંડો ફરકાવવા’ માટે કરવામાં આવેલા આહ્‌વાન બાદ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ મંગળવારે વળતો પ્રહાર કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાને સંઘર્ષમાં ‘યુદ્ધ અને રાજદ્વારી બંને મોરચે વિજય’ મેળવ્યો છે. અરાઘચીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જે વિરોધીઓ પહેલા તહેરાનનું બિનશરતી આત્મસમર્પણ ઈચ્છતા હતા, તેઓએ જ પાછળથી વાટાઘાટો માટે સામેથી વિનંતીઓ કરવી પડી હતી. એક કાર્યક્રમ દરમિયાન બોલતા અરાઘચીએ જણાવ્યું હતું કે ઈરાને વિશ્વની સૌથી મોટી સૈન્ય શક્તિઓ અને પશ્ચિમી દેશોના સમર્થન સામે સતત પ્રતિકાર કર્યો છે. ઈરાની ન્યૂઝ એજન્સી તસ્નીમ અનુસાર, તેમણે ઉમેર્યું હતું કે ઈરાને શરૂઆતમાં યુદ્ધવિરામનો અસ્વીકાર કર્યો હતો અને જ્યાં સુધી સામેનો પક્ષ ઈરાનની શરતો પર યુદ્ધવિરામ અને વાટાઘાટો માટે તૈયાર ન થયો ત્યાં સુધી લડાઈ ચાલુ રાખી હતી. તેમણે કહ્યું કે ઈરાન તાકાત સાથે લડ્યું અને સમાન તાકાતથી વાટાઘાટો કરી છે, જેના કારણે અન્ય દેશોના વિદેશ મંત્રીઓએ પણ સ્વીકાર્યું છે કે ઈરાને આ લડાઈ અને રાજદ્વારીમાં જીત મેળવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks