ઈરાન પરના સૌથી મોટા હુમલાની ડંફાસ માર્યા બાદ ટ્રમ્પની પીછેહઠ : સેનાને કાર્યવાહી ન કરવાનો આદેશ

અમેરિકા પાસે પેટ્રિયટ ઇન્ટરસેપ્ટર મિસાઇલોની અછતની અધિકારીઓએ ચેતવણી આપી

(એજન્સી) તા.૨૬
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરના સૌથી મોટા હુમલાને હાલ પૂરતો રોકી દીધો છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સ અને એક્સિયોસના રિપોર્ટ અનુસાર, શુક્રવારે ટોચના સલાહકારો અને કેબિનેટ સભ્યો સાથેની બેઠક બાદ ટ્રમ્પે સેનાને નવા મોટા હુમલા રોકવાનો આદેશ આપ્યો. રિપોર્ટ અનુસાર, અમેરિકી સૈન્ય અધિકારીઓએ ચેતવણી આપી હતી કે જો અભિયાન વધુ વધારવામાં આવશે તો મિડલ-ઈસ્ટમાં તૈનાત અમેરિકી સેના પાસે પેટ્રિયટ ઇન્ટરસેપ્ટર મિસાઈલો અને અન્ય એર ડિફેન્સ હથિયારોનો ભંડાર ગંભીર રીતે ઓછો થઈ શકે છે. જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને સલાહ આપી કે મોટા અભિયાનથી મિડલ-ઈસ્ટમાં તૈનાત અમેરિકી સૈનિકો અને સહયોગી દેશોની સુરક્ષા પ્રભાવિત થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, એપ્રિલના અંત સુધીમાં અમેરિકા ૧૨૦૦થી વધુ પેટ્રિયટ ઇન્ટરસેપ્ટર મિસાઈલોનો ઉપયોગ કરી ચૂક્યું હતું. એક્સિયોસ અનુસાર, હાલમાં એ સ્પષ્ટ નથી કે હુમલા રોકવાનો નિર્ણય અસ્થાયી છે કે લાંબા સમય સુધી લાગુ રહેશે. જોકે, જરૂર પડ્યે અમેરિકી સેના મોટા સૈન્ય અભિયાન માટે તૈયાર રહેશે.હૌથી બળવાખોરોએ દાવો કર્યો છે કે તેમણે શનિવારે સઉદી અરબના જજાન સ્થિત સઉદી અરામકો રિફાઇનરી પર ૩ બેલિસ્ટિકમિસાઇલોથી હુમલો કર્યો છે. જજાન રિફાઇનરીને સઉદી અરબની પાંચમી સૌથી મોટી તેલ રિફાઇનરી માનવામાં આવે છે.ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે તેની નૌકાદળે છેલ્લા ૨૪ કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા ચાર જહાજો પર ચેતવણી તરીકે ફાયરિંગ કર્યું. આ પછી ચારેય જહાજોએ પોતાનો રસ્તો બદલી લીધો.ઈરાન સરકાર પેટ્રોલના વપરાશને નિયંત્રિત કરવા માટે પેટ્રોલ મોંઘું કરી શકે છે. સરકારના મતે, હાલમાં આ અંગે વિચારણા ચાલી રહી છે કે ફેરફારો કેવી રીતે લાગુ કરવા.
અમેરિકાએ શુક્રવારે રાત્રે ઈરાન પર હુમલો કર્યો નહિ. આ પહેલા તે સતત ૧૩ દિવસ સુધી દરરોજ રાત્રે ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યો હતો.ઈરાને બહેરીનમાં અમેરિકી ફિફ્થ ફ્લીટના નૌસૈનિક ઠેકાણા પર હુમલો કર્યો. અહીં ડ્રોન અને મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો, જેના પછી ઘણા મોટા વિસ્ફોટ થયા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks