ઈરોડમાં દલિત લગ્ન માટે હોલ ભાડેઆપવાનો ઇન્કાર કરનાર વ્યક્તિ સામે FIR

(એજન્સી) ઈરોડ, તા.૭
પેરૂન્ડુરાઈ પોલીસે દલિત યુગલના લગ્ન સ્વાગત માટે હોલ ભાડે આપવાનો ઇન્કાર કરવા બદલ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ લગ્ન હોલના માલિક સામે ગુનો નોંધ્યો છે. એક તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે પેરૂન્ડુરાઈના ૪૫ વર્ષીય સી રવિ, જે અન્ના સિલાઈ નજીક એક નાનો લગ્ન હોલ ધરાવે છે, તે જ વિસ્તારની દલિત મહિલા કે રાની, ૪૫ વર્ષીય દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. ‘રાનીએ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં રવિનો સંપર્ક કરીને તેના નાના દીકરાના લગ્ન સમારંભ માટે લગ્ન મંડપ બુક કરાવ્યો હતો. રવિએ હોલની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી અને કાર્યક્રમ માટે તેને ભાડે આપવા સંમતિ આપી. જ્યારે રાની ૩ માર્ચે લગ્ન મંડપની ઓફિસમાં હોલ બુકિંગ માટે એડવાન્સ પેમેન્ટ આપવા માટે રવિને મળી, ત્યારે તેણે તેણીની જાતિ વિશે પૂછ્યું. જ્યારે તેને ખબર પડી કે તે દલિત છે, ત્યારે તેણે તેણીને હોલ ફાળવવાનો ઇન્કાર કર્યો,’ અધિકારીએ જણાવ્યું. આ પછી, રાનીએ તે જ સાંજે પેરૂન્ડુરાઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે રવિ સામેSC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો અને તેને પૂછપરછ માટે લઈ ગયો, જે દરમિયાન તેને હાઈ બ્લડ પ્રેશર થયું અને તે બીમાર પડી ગયો. તેને પેરૂન્ડુરાઈની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. અધિકારીએ જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ રવિની હાલત સુધરે ત્યારે ધરપકડ કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts