ઈસ્લામની મુખ્ય મૌલિક ધારણાઓ

રમઝાન સંદેશ-૨૯

(૩) આખિરત (પરલોક) ઉપર ઈમાન : ઈસ્લામ એમ કહે છે કે આ જગતમાં મનુષ્યનું જીવન નશ્વર છે. તે આ ધરતી ઉપર હંમેશ માટે રહેવા નથી આવ્યો, બલ્કે તે અહીં સારા-નરસાં કર્મો કરીને પુનઃ પોતાના સૃષ્ટા અને માલિક પાસે પરત ફરશે. આલોકનું જીવન તેને માટે પરીક્ષા છે. તે પછી ફરી એક જીવન છે, જે હંમેશનું છે. તેને પરલોકનું જીવન કહે છે, જ્યાં તેના આલોકના જીવનનો હિસાબ થશે. મનુષ્યનું જીવન જેમ નશ્વર છે, તેમ આ સૃષ્ટિ પણ નશ્વર છે. એક દિવસ એવો આવશે, જ્યારે ઈશ્વર તેનો નાશ કરશે. આ દિવસને કયામત (પ્રલય)નો દિવસ કહે છે. જે લોકોએ ઈશ્વરના આદેશો અનુસાર જીવન વિતાવ્યું હશે, તેમને ઈશ્વરના પુરસ્કારથી નવાજશે અને જે લોકોએ ઈશ્વરના આદેશોની અવગણના કરીને તેની અવજ્ઞા કરી હશે, ઈશ્વર તેને નર્કની સજા આપશે. (ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts