ઈસ્લામી શાસનમાં ક્યારેય પણ બિનમુસ્લિમોનેપરંપરાગત ધાર્મિક દમનનો સામનો કરવો પડ્યો નથી

રમઝાન સંદેશ-૨૪

ઈસ્લામના પ્રસારનું દૃષ્ટાંત ખેતી જેવું છે. પ્રચાર-પ્રસાર અને ઉપદેશ-શિખામણ હૃદયમાં બીજ રોપે છે અને નીતિ-નિયમો અને કાનૂન હૃદયપૂર્વકના સત્ય-સ્વીકાર માટે માહોલ તૈયાર કરે છે. જેમ ખેડૂત પહેલાં જમીનમાંથી, તેના ઉપરથી ખરાબ વસ્તુઓ, નડતરરૂપ અને અવરોધરૂપ કચરા અને ગંદકીને દૂર કરે છે, હળ કે અન્ય સાધન દ્વારા જમીનને નરમ બનાવે છે, જેથી બીજમાં જમીનની અંદર ખીલવાની કે ફૂલવા ફાલવાની ક્ષમતા પેદા થઈ જાય. બરાબર એ જ રીતે નીતિ-નિયમો અને કાનૂનનું બંધન અને બળપ્રયોગ પણ અત્યાચાર અને અન્યાયપૂર્ણ અવરોધોને દૂર કરે છે, મનુષ્યને સત્ય સ્વીકારવા ન દે તેવા અનુચિત માહોલને બદલે છે, પછી પ્રચાર-પ્રસાર અને ઉપદેશશિખામણ દ્વારા લોકોને સત્ય-સંદેશથી અવગત કરાવે છે. પછી તે મનુષ્યને તે આઝાદ છોડે છે કે ચાહે તો તેનો સ્વીકારે અને ન ચાહે તો ન સ્વીકારે. અર્થાત્‌ માહોલ ઉચિતપણે સ્વતંત્રતા બક્ષનાર હોવો જોઈએ. ઈસ્લામ અંગે લોકોની ગેરસમજ એ છે અથવા લોકોમાં ઈરાદાપૂર્વક ભ્રાંતિ એ ફેલાવવામાં આવી છે કે લોકો ઉપર બળપ્રયોગ કરવામાં આવે છે અને તે પણ ધર્મ-પરિવર્તન માટે; પણ તદ્દન ખોટો, અશિષ્ટ અને અનુચિત પ્રચાર છે. બળપ્રયોગ સત્ય-અવરોધક પરિબળો સામે, કુકર્મો આચરનારાઓ અને સમાજના શાંતિભર્યા વાતાવરણને કલુષિત કરનારાઓ સામે તથા મનુષ્યના અબાધિત અધિકારોનું હનન કરનારાઓ સામે કરવામાં આવે છે, અને તે પણ માનવતાની સુખાકારી અને કલ્યાણ માટે તેમજ પ્રગતિમાં અવરોધક બાબતોને દૂર કરવા માટે. સાચું એ છે કે ઈસ્લામી શાસનમાં ક્યારેય પણ બિન મુસ્લિમોને પરંપરાગત ધાર્મિક દમનનો સામનો કરવો પડ્યો નથી. ઈસ્લામ ધર્મનો માન્ય નિયમ છે કે આવા બિનમુસ્લિમો માટે પણ એ જ અધિકારો છે, જે મુસ્લિમોના છે અને તેમના પણ એ જ કર્તવ્યો અને જવાબદારી છે, જે મુસ્લિમોની છે. પ્રસિદ્ધ ખ્રિસ્તી વિદ્વાન સર આર્નોલ્ડ પોતાના પુસ્તક ‘િઁીટ્ઠષ્ઠરૈહખ્તર્ ક ૈંજઙ્મટ્ઠદ્બ’માં લખે છે, “એ વાત કે આ લોકોનું ઈસ્લામ સ્વીકાર કરવું કોઈ તાકાત અથવા દબાણનું પરિણામ નહોતું, તે પરસ્પરના પ્રેમભર્યા સંબંધોથી પણ સ્પષ્ટ થાય છે, જે તે જમાનમાં ખ્રિસ્તીઓ અને મુસલમાનો દરમ્યાન જોવા મળતા હતાં…”
(ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ)

ઈસ્લામ અંગે લોકોની ગેરસમજ એ છે અથવા લોકોમાં ઈરાદાપૂર્વક ભ્રાંતિ એ ફેલાવવામાં આવી છે કે લોકો ઉપર બળપ્રયોગ કરવામાં આવે છે અને તે પણ ધર્મ-પરિવર્તન માટે; પણ તદ્દન ખોટો, અશિષ્ટ અને અનુચિત પ્રચાર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks