ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) વિશે અયોગ્ય શબ્દો ઉચ્ચારનાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ સામે વધતો જતો રોષ આણંદના મુસ્લિમ અગ્રણીઓ દ્વારા આવેદન

 

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.ર
તાજેતરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોન દ્વારા ઈસ્લામ અને પયગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) સાહેબ વિશે અયોગ્ય શબ્દો ઉચ્ચારી નિવેદન આપવામાં આવેલ છે, જેનાથી સમગ્ર વિશ્વના મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાતા આણંદના આણંદ શહેર મુસ્લિમ સમાજ વેલ્ફેર ટ્રસ્ટના નેજા હેઠળ મુસ્લિમ સમાજ દ્વારા ફ્રાન્સના રાષ્ટ્રપતિ દ્વારા કરાયેલા અયોગ્ય ટિપ્પણીવાળા નિવેદનને વખોડી કાઢી તેની કડક નિંદા કરી ફ્રાન્સના રાષ્ટ્રપતિ પોતાનું નિવેદન પરત ખેંચે અથવા પદ પરથી રાજીનામું આપે તેવી માંગ સાથે ભારત ખાતેના ફ્રાન્સના રાજદુતને સંબોધીને લખેલું આવેદનપત્ર કલેક્ટરને સુપ્રત કર્યું હતું. આણંદ શહેર મુસ્લિમ સમાજ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ ઐયુબખાન પઠાણ, પીરે તરીકત સૈયદ ગુલામરસુલ ઉર્ફે જલાલીબાપુ કારંટાવાળા, પીરે તરીકત સૈયદ અબરારહુશેન બાપુ, સૈયદ ઝાકિરહુસેન બાપુ સામાજિક કાર્યકર ઐયુબખાન પઠાણ બુઈ, સરવર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ યાવરહુશેન ઠાકોર, સલીમભાઈ કેજીએનવાળા, ઈનાયતઉલ્લા શેખ સહિત મુસ્લિમ અગ્રણીઓ દ્વારા કલેક્ટર કચેરીના નાયબ ચિટનીસને આવેદનપત્ર આપી ફ્રાન્સના રાષ્ટ્રપતિ વિરૂદ્ધ રોષ પ્રગટ કર્યો હતો. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ઈસ્લામએ પ્રેમ અને ભાઈચારાનોે સંદેશ આપે છે અને હઝરત મોહમ્મદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબ દ્વારા પણ વિશ્વને શાંતિ અને પ્રેમનો સંદેશ આપ્યો છેે. ત્યારે ફ્રાન્સમાં કાર્ટૂનીસ્ટ દ્વારા હઝરત મોહમ્મદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબનું કાર્ટૂન બનાવી તેઓનું અપમાન કરવામાં આવ્યું હતું. તેમજ ત્યાર બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોન દ્વારા પણ ઈસ્લામ અંગે અયોગ્ય નિવેદન આપવામાં આવ્યું છે તેમજ હઝરત મોહમ્મદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબનું અપમાન કરનારાઓને હવા આપવાનું દુસ્કૃત્ય કરેલ છે. ફ્રાન્સ દેશના સર્વોચ્ચ સ્થાને બિરાજેલા રાષ્ટ્રપતિ ઈમાનુએલ મેક્રોન દ્વારા ધાર્મિક લાગણી દુભાવતું નિવેદન કરવામાં આવે તે યોગ્ય નથી તેનાથી સમગ્ર વિશ્વના મુસ્લિમોની લાગણી દુભાઈ છે અને અમે તેને વખોડી કાઢીએ છીએ. તેમજ રાષ્ટ્રપતિ મેક્રોન પોતાના શબ્દો પરત ખેંચે અથવા રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપે તેવી માંગ કરીએ છીએ. સાથે-સાથે આંતકવાદનો કોઈ ધર્મ નથી હોતો અને આંતકવાદ સામેની લડાઈમાં અમો સાથે છીએ પણ આંતકવાદને કોઈ ધર્મ સાથે સાંકળીને તેની સાથે સમગ્ર મુસ્લિમ સમુદાયને બદનામ કરી શકાય નહીં, અમે ઈસ્લામને આંતકવાદ સાથે સાંકળીને ઈસ્લામ તેમજ હઝરત મોહમ્મદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબનું અપમાન કરવામાં આવી રહ્યું છે, તેનો વિરોધ કરીએ છીએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks