રમઝાન સંદેશ-૨૨
ડો.તારાચંદ ઈસ્લામના તિવ્ર ઝડપથી પ્રસારનું કારણ દર્શાવતા લખે છે કે, ‘ઈસ્લામમાં નિઃશંક એવી વિશેષતાઓ અને ગુણો મોજૂદ છે, જેના કારણે તેને ઘણાં ઓછા સમયમાં જ અત્યધિક પ્રગતિ સાંપડી. સાતમી સદીમાં, જ્યારે ઈસ્લામનો ધ્વજ લહેરાયો અને અરબસ્તાનના બધા કબીલાઓ તેના ઝંડા નીચે એકઠા થઈ ગયા તો તેજીથી ચારે તરફ ફેલાવા લાગ્યો.’ તેના સમર્થનમાં તેઓ આગળ નોંધે છે કે, “કોલમમાં મીતક નામના કબ્રસ્તાનમાં અલી બિન ઉસ્માનની કબર ઉપર ર૦૪ હિજરી (૭૮૩ઈ.)નો પથ્થર લાગેલો છે, જેનાથી ખ્યાલ આવે છે કે આઠમી સદીમાં માલાબારના તટ ઉપર મુસલમાનો આબાદ થઈ ગયા હતાં. મુસલમાનોનો પ્રભાર ખૂબ ત્વરીત વધ્યો. હિન્દુ રાજાઓએ તેમનો ખૂબ આતિથ્ય સત્કાર કર્યો. તેમને વેપારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપી, તેમને જમીનો ખરીદવાની અને મસ્જિદો બનાવવાની પરવાનગી આપી. માલાબારમાં આબાદ થતાં જ તેમણે પોતાના ધર્મના પ્રચારનો પ્રયાસ કર્યો. મુસલમાનો પાદરી કે પુરોહિત નથી હોતા, બલ્કે એકે એક મુસલમાનનું કર્તવ્ય હોય છે કે તે પોતાના ધર્મનો પ્રચાર કરે. આ પ્રચાર-પ્રસારના કાર્યમાં માત્ર પુરુષોએ જ નહિં,
બલ્કે સ્ત્રીઓએ પણ ભાગ લીધો, ત્યાં સુધી કે મુસલમાન કેદીઓ પણ ઈસ્લામના પ્રચારમાં હિસ્સો લેતા હતા. એક મુસલમાન કેદીએ સૌપ્રથમ યુરોપમાં ઈસ્લામ ફેલાવ્યો, શેખ અહમદ મુજદ્દીદીને જહાંગીરે કેદખાનામાં નાખી દીધા તો તેમણે બે વર્ષમાં સેંકડો કેદીઓને મુસલમાન બનાવ્યા. આઠમી સદીમાં તો ઈસ્લામની ભરપૂર પ્રગતિ થઈ.” ગાંધીજી કહે છે કે, “…હવે મને પહેલાંથી પણ વધુ વિશ્વાસ થઈ ગયો છે કે તે તલવારની શક્તિ નહોતી, જેણે ઈસ્લામ કાજે વિશ્વના પ્રદેશોમાં વિજય પ્રાપ્ત કર્યો, બલ્કે તે ઈસ્લામના પયગંબર (સ.અ.વ.) સાહેબનું અત્યંત સાદગીભર્યું જીવન, આપની નિઃસ્વાર્થતા, વચનપાલન અને નીડરતા હતી, આપનું પોતાના મિત્રો અને અનુયાયીઓથી પ્રેમ કરવું અને ઈશ્વર ઉપર ભરોસો કરવું હતું. આ તલવારની શક્તિ નહોતી, બલ્કે આ જ તમામ ગુણો અને વિશેષતાઓ હતી, જેનાથી સમગ્ર દુનિયાના અવરોધો દૂર થઈ ગયા અને આપે તમામ વિષમતાઓ ઉપર વિજય મેળવી લીધો.” (યંગ ઈન્ડિયા) સર થોમસ આર્નોલ્ડ લખે છે કે,
“વિશ્વવ્યાપી ધર્મોમાં ઈસ્લામ એક માત્ર એવો ધર્મ છે, જે વેતન મેળવનારા પ્રચારકો અને ધનવાન પ્રચારક મિશનોના બદલે સામાન્ય મુસલમાનો દ્વારા ધરતીના એક છેડાથી બીજા છેડા સુધી ફેલાઈ ગયો. ઈસ્લામનો પ્રચાર મુસલમાન શાસકોએ નથી કર્યો, બલ્કે ધાર્મિક વિદ્વાનો, વડીલો, પ્રવાસીઓ અને વેપારીઓએ ઉત્તમ નમૂનો પ્રસ્તુત કરીને ઈસ્લામનો ફેલાવો કર્યો. મુસલમાન વેપારી ખૂબ જ સફળ પ્રચારક પુરવાર થયા. સૂફીઓનું આમ પણ એક મિશન હતું, પરંતુ વેપારીઓનું તો વેપાર દરમ્યાન એક વિશિષ્ટ પ્રકારનું ચરિત્ર અને વ્યવહાર રહેતો હતો કે જેનાથી ઈસ્લામ આપમેળે લોકોના હૃદયોમાં ઉતરી જતો હતો. ઈસ્લામી સૈન્યએ કદી કોઈને ઈસ્લામ અંગીકાર કરવા માટે મજબૂર કરેલ નથી.”
(ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ)
મુસલમાન વેપારી ખૂબ જ સફળ પ્રચારક પુરવાર થયા. સૂફીઓનું આમ પણ એક મિશન હતું, પરંતુ વેપારીઓનો તો વેપાર દરમ્યાન એક વિશિષ્ટ પ્રકારનું ચરિત્ર અને વ્યવહાર રહેતો હતો કે જેનાથી ઈસ્લામ આપમેળે લોકોના હૃદયોમાં ઉતરી જતો હતો. ઈસ્લામી સૈન્યએ કદી કોઈને ઈસ્લામ અંગીકાર કરવા માટે મજબૂર કરેલ નથી.”