(એજન્સી) તા.૧ર
શનિવારે તેમના ઘરની બહાર એક દલિત મહિલાને ગાળો આપી તેની સાથે મારપીટ કરવા બદલ રૂદ્રપુરથી ભાજપના ધારાસભ્ય રાજકુમાર ઠુકરાલ સામે હ્લૈંઇ દાખલ કરવામાં આવી હતી. દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ આ ઘટના ૯ માર્ચે ઘટી હતી જ્યારે ઠુકરાલે રૂદ્રપુરમાં તેમના ઘરે પંચાયત બોલાવી હતી જે ઉત્તરાખંડના ઉદ્દગમનગર જિલ્લામાં આવેલું છે. બે પરિવારો વચ્ચેના ઝઘડાનું સમાધાન કરવા માટે આ પંચાયત બોલાવવામાં આવી હતી. એક પરિવારનો કિશોર છોકરો બીજા પરિવારની કિશોર છોકરીને લઈને ભાગી ગયો હતો. છોકરાના પિતા રામ કિશોર દ્વારા રૂદ્રપુર પોલીસ સ્ટેશનમાં લખાવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યું હતું કે, ઠુકરાલે તેમની સાથે મારપીટ કરી ગાળ આપી હતી. આ ઉપરાંત તેમની પત્ની માલા અને દીકરીઓ પૂજા અને સોનમ સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ભારતીય દંડ સંહિતાની ધારા ૩ર૩, પ૦૪ અને એસસી-એસટી (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટિઝ) ધારા હેઠળ હ્લૈંઇ દાખલ કરવામાં આવી હતી.