(એજન્સી) નૈનીતાલ, તા.૧૩
ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં એક પ્રવાસી બસ ઊંડી ખાઈમાં પડતાં તેમાં સવાર ૧૩ લોકોના મોત થયા છે. જ્યારે ૧૩ અન્ય ઘાયલ થયા છે. ઘાયલોને રામનગર હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. બસ ભતરૌંજખાનથી રામનગર આવી રહી હતી તે સમયે સલ્ટક્ષેત્રમાં ટોટામ પાસે ઊંડી ખાઈમાં ઉથલી પડી હતી. જેમાં ૧૩નાં મોત થયા હતા. અકસ્માત સ્થળે પોલીસે રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી. બસ ભારે ક્ષતિગ્રસ્ત થઈ હતી. પોલીસવડા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
Facebook
0
Twitter
0