આ વિવાદ ૨૬ જાન્યુઆરીનો છે, જ્યારે કોટદ્વારના પટેલ માર્ગ બજારમાં એક ઘટના બની હતી. ૭૦ વર્ષીય વકીલ અહમદની માલિકીની બાબા સ્કૂલ ડ્રેસ નામની દુકાનમાં બજરંગ દળના કાર્યકરોનું એક જૂથ દુકાનમાં ઘૂસી ગયું અને માલિકને તેના નામમાંથી “બાબા” શબ્દ દૂર કરવા કહ્યું ત્યારથી તે સંઘર્ષનું કેન્દ્ર બની ગયું. આ ઘટનાનો એક વીડિયો ઓનલાઈન સામે આવ્યો હતો
(એજન્સી) દેહરાદૂન, તા.૪
કોટદ્વાર સ્થિત જીમ ટ્રેનર દીપક કુમારે તેનું જીમ બંધ કરી દીધું છે અને તે એક વૃદ્ધ મુસ્લિમ દુકાનદારને સમર્થન આપતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભયમાં જીવી રહ્યો છે. દીપક કહે છે કે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા તેને કથિત ધમકીઓ મળી રહી છે અને તેને પગલે છેલ્લા એક સપ્તાહ તેમના પરિવાર માટે અત્યંત દુઃખદાયક રહ્યું છે, પરિસ્થિતિએ તેમને કામ બંધ કરવા અને તેમની હિલચાલને પ્રતિબંધિત કરવાની ફરજ પાડી છે. આ વિવાદ ૨૬ જાન્યુઆરીનો છે, જ્યારે કોટદ્વારના પટેલ માર્ગ બજારમાં એક ઘટના બની હતી. ૭૦ વર્ષીય વકીલ અહમદની માલિકીની બાબા સ્કૂલ ડ્રેસ નામની દુકાનમાં બજરંગ દળના કાર્યકરોનું એક જૂથ દુકાનમાં ઘૂસી ગયું અને માલિકને તેના નામમાંથી “બાબા” શબ્દ દૂર કરવા કહ્યું ત્યારથી તે સંઘર્ષનું કેન્દ્ર બની ગયું. આ ઘટનાનો એક વીડિયો ઓનલાઈન સામે આવ્યો હતો. દીપકે કહ્યું કે તે નજીકમાં જ એક મિત્રની દુકાન પર હાજર હતો અને તેનું જીમ પણ તે જ માર્કેટમાં આવેલું છે. જ્યારે મેં ભીડ જોઈ, ત્યારે હું ત્યાં ગયો અને વૃદ્ધ દુકાનદારને ટેકો આપ્યો. આ દલીલ દરમિયાન, જૂથે દીપકને તેનું નામ પૂછ્યું, જેના જવાબમાં તેણે “મોહમ્મદ દીપક” કહ્યું. બાદમાં તેણે સ્પષ્ટતા કરી કે તેણે દુકાનદાર સાથે એકતા દર્શાવવા માટે નામનો ઉલ્લેખ કર્યો હતો. આ વિડીયો ટૂંક સમયમાં વાયરલ થયો હતો. વીડિયો સર્ક્યુલેટ થયા બાદ, બજરંગ દળના કાર્યકરો કથિત રીતે દીપકના જીમની બહાર એકઠા થયા હતા અને હંગામો મચાવ્યો હતો. જિમની બહારના કેટલાક વીડિયો ઓનલાઈન સામે આવ્યા છે, જેમાં દીપકને ધમકી આપવામાં આવી રહી છે. એક ક્લિપમાં, એક વ્યક્તિને કહેતા સાંભળી શકાય છે, “દીપક કુમાર, તમે નિશાન પર છો.” દીપકે કહ્યું કે આ ઘટનાની અસર તેના પરિવાર પર પડી છે. તે દિવસથી, મારો પરિવાર ડરી ગયો છે. મારી પુત્રી એલકેજીમાં અભ્યાસ કરે છે અને શાળાએ જવાનું બંધ કરી દીધું છે. મારી તબિયત સારી નથી અને જીમ ચાલતું નથી. મારે ઘરે મારી માતા અને પત્ની છે. મારે કામ કરવું છે, પરંતુ સંજોગો ખૂબ જ મુશ્કેલ છે. ૩૧ જાન્યુઆરીએ, બજરંગ દળ અને અન્ય દક્ષિણપંથી સંગઠનોના સભ્યોએ દીપકના જિમની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. એવો આરોપ છે કે વિરોધ દરમિયાન સાંપ્રદાયિક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે હાજર હતી અને દીપક અને વિરોધીઓ સામસામે આવી જતાં તંગદિલી સર્જાઈ હતી. વીડિયોમાં પોલીસ કર્મચારીઓ દીપકને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે ભીડમાંથી કેટલાક યુવકોએ પોલીસ દ્વારા રોકવામાં આવે તે પહેલા જિમ તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ વિસ્તારમાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી અને ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને છૈંસ્ૈંસ્ના વડા અસદુદ્દીન ઓવૈસીએ દીપકને સમર્થન આપતાં આ ઘટના રાજકીય બની હતી. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં દીપકને હીરો ગણાવ્યો અને કહ્યું કે તે બંધારણ અને માનવતા માટે ઉભા છે. દીપકે કહ્યું કે રાજકીય સમર્થન એવા સમયે આવ્યું જ્યારે તે અત્યંત અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. ડરવાની કોઈ જરૂર નથી, ભગવાનથી ડરવું જોઈએ, પરંતુ પરિસ્થિતિએ મારા પરિવારને પરેશાન કરી દીધો છે. તેમને સ્થાનિક વેપારીઓ અને જિમ સમુદાય સાથે સંકળાયેલા લોકો તરફથી પણ ટેકો મળ્યો છે. મોટા ભાગના લોકો મારી સાથે છે કારણ કે મેં કંઈ ખોટું કર્યું નથી. ઉત્તરાખંડમાં દુકાનોના નામ સાથે જોડાયેલ આ પ્રકારનો આ પહેલો વિવાદ નથી. ડિસેમ્બર ૨૦૨૫માં, દેહરાદૂનના એક વીડિયોમાં લકી હેર સલૂન નામની દુકાનમાં તોડફોડ દર્શાવવામાં આવી હતી, જ્યારે અન્ય એક વિડિયોમાં એક શાળામાં પ્રાર્થનાનો વિરોધ કરવામાં આવ્યો હતો. બજરંગ દળના સભ્ય અમન દાવો કરે છે કે આ ક્રિયાઓ સંસ્થાના ‘જિસ્કા કામ, ઉસી કા નામ’ અભિયાનનો ભાગ છે, અને એ પણ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ દરમિયાન પોલીસ પણ હાજર હતી.