International

ઉત્તર અને મધ્ય ગાઝા પર ઇઝરાયેલના હુમલામાં એક આરોગ્ય કર્મી સહિત પાંચ પેલેસ્ટીની નાગરિકોનાં મોત

(એજન્સી)         ગાઝા, તા.૧૩
રવિવારે ઉત્તર ગાઝા અને મધ્ય ગાઝા વિસ્તાર પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં એક આરોગ્ય કર્મચારી સહિત પાંચ પેલેસ્ટીની નાગરિકોનાં મોત થયા હતા અને બીજા સંખ્યાબંધ નાગરિકો ઘાયલ થયા હતા તેમ તબીબી સૂત્રો અને નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું હતું. 
મધ્ય ગાઝાના અલ-બુરેજ વિસ્થાપિત કેમ્પ પર ઇઝરાયેલી લશ્કરે તોપમારો કરતા બે નાગરિકો મૃત્યુ પામ્યા હતા અને બીજા કેટલાક ઘાયલ થયા હતા. એ જ રીતે નુસરત અને અલ્ઝવેદા વિસ્થાપિત નાગરિકોની છાવણીઓ ઉપર ઇઝરાયેલની નેવીએ ભારે તોપમારો કર્યો હતો અને ડ્રોનથી પણ ગોળીબાર કરવામાં આવ્યા હતા જેના કારણે ભારે નુકસાન થયું હતું. ઉત્તર ગાઝામાં ઈન્ટેલિજન્સ ટાવર વિસ્તાર પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં પેલેસ્ટીનના બે નાગરિકોના મોત થયા હતા અને બીજા કેટલાકને ઈજા થઈ હતી. 
બૈત હનુન અને જબાલિયા વિસ્તારમાં પણ ઇઝરાયેલના હવાઈ હુમલા ચાલુ રહ્યા હતા જેમાં એક આરોગ્ય કર્મચારી હસન અલખલુતનું મૃત્યુ થયું હતું.