(એજન્સી)
લાઓસ, તા.૧૭
ઉત્તર-પૂર્વ નાઈઝેરિયાના એક શહેરમાં ૩ જેટલા આત્મઘાતી હુમલાખોરોએ મચ્છીમાર્કેટમાં કરેલા બોમ્બ વિસ્ફોટમાં ૧૯ લોકોનાં મોત થયા હતા. આ હુમલા માટે લોકો હરામના જેહાદીઓ પર આરોપ મૂકાયો છે.
આ ઘટના બોર્નો રાજ્યના પાટનગર મેઈડીગુરીમાં બની હતી. બબાકુરા કોલા અને મુસાઅરી નામના બે સંયુક્ત ટાસ્ક ફોર્સે કહ્યું કે બોમ્બરો પુરૂષો હતા. ટાસ્કફોર્સ નાઈઝેરિયાની સેનાને મદદ કરે છે.
કોલોએ કહ્યું કે, ફીશ માર્કેટમાં બે બોમ્બરો ત્રાટક્યા હતા. ત્યારબાદ ૪ મિનિટ પછી ત્રીજો આત્મઘાતી બોમ્બર ત્રાટક્યો હતો. જેમાં ૧૯ લોકોના જાન ગયા હતા. જ્યારે ૭૦ ઘવાયા હતા. ૧૮ નાગરિકો અને ૧ સૈનિકનું મોત થયું હતું. તશનકીફી ફિશ માર્કેટમાં મોટાપાયે ખાદ્યચીજોનું વિતરણ થાય છે. ઘવાયેલા ૭૦માંથી રરની સ્થિતિ ગંભીર છે. લોકો હરામ કોન્ડુગાને ઘણીવાર નિશાન બનાવે છે. ૯ વર્ષથી રાજ્યમાં ચાલતી અરાજકતા અંગે પોલીસ કે સેનાએ ટિપ્પણી કરી નથી. હુમલાખોરો ગામડામાંથી આવી શહેરોને નિશાન બનાવે છે. કોન્ડુગામાં ૩૧ જાન્યુઆરીના રોજ બે મહિલા આત્મઘાતી હુમલાખોરોને ધડાકો કર્યો હતો.