(સંવાદદાતા દ્વારા) ઉના,તા.૧
ઉના પંથકમાં ખનીજ માફીયાઓ દ્વારા જમીનના પેટાળમાં રહેલ અને ગૌચર તેમજ સરકારી ખરાબાની ફળદ્રુપ જમીનનોમાં ગેરકાયદેસર રીતે પથ્થરની ખાણો ચાલાવી ખનીજની બેફામ ચોરી કરી લઇ જતા હોય આ લાખો રૂપિયાના ખનીજ ચોરી કરતા તત્વોને ઝડપી પાડવા ખાણ ખનીજ વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાતા વરસીંગપુર ગામની સીમ વિસ્તારમાં કિરણભાઇ વાજા નામના શખ્સની માલીકીની ચાલતી પથ્થરની ખાણ પર બાતમીના આધારે ચેકીંગ હાથ ધરતા ખાણમાંથી પથ્થર કાપવાની ચકરડી નં.૪ તેમજ જનરેટર નં.૧ સહિતનો રૂા.૫ લાખના મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
Facebook
0
Twitter
0