ઉનામાં યુવતીની છેડતી કરનાર યુવાનને સરાજાહેર ઘમઘોર્યો

ઉના, તા.૨૪
ઉનાના ત્રિકોણબાગ પાસે આવેલ રાવણાવાડી વિસ્તારમાં આજે બપોરના સમયે પસાર થતી ત્રણ યુવતીની દેવિપુજક યુવાને છેડતી કરીને નાસી જતા ત્રણ યુવતી પૈકીમાંથી એક યુવતીએ તુરંત જ ત્યાં નજીકમાં ઊભેલ પોલીસને જાણ કરતા આ દેવિપુજક યુવાનનો પીછો કરી ઝડપી લીધેલ અને યુવતીએ પણ સરાજાહેર આ યુવકને ઘમઘોરતાં લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઉનાનાં ત્રીકોણબાગ નજીક આવેલ રાવણા વાડીમાંથી કોલેજેથી પરત ફરતી ત્રણ યુવતી પસાર થતી હતી. એ સમયે એક દેવિપુજક યુવાન આ યુવતીની પાછળ જઇ તેમની છેડતી કરતા ત્રણેય યુવતી ગભરાઇ ગયેલ પરંતુ ત્રણ યુવતીમાંથી એક યુવતીએ હિંમત બતાવી ત્રીકોણબાગ પાસે ઊભેલ પોલીસને હકીકત જણાવેલ અને છેડતી કરનાર યુવક નજીકમાં જ ક્યાંક છુપાયેલ હોવાનું જણાવેલ હતું અને પોલીસ તેમજ યુવતી છેડતી કરનારને શોધતા હતા એવામાં દારૂના નશામાં દેવિપુજક યુવાન પોલીસને જઇ જ્યાં છુપાયેલ ત્યાંથી નાશવાની કોશિષ કરતા યુવતીની નજર પડતા તેને રાડ પાડી આ શખ્સનો પીછો કર્યો અને પાછળ પોલીસ પણ પકડવા દોડેલ અને થોડે દૂર છેડતી કરનાર યુવક પણ યુવતીનાં હાથે ઝડપાય ગયેલ અને પોલીસે તુરંતજ તેમને પકડી લીધો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks