(સંવાદદાતા દ્વારા) ઉના, તા. ર૪
ઉના-ગીરગઢડા તાલુકામાં અતિવૃષ્ટીની પરિસ્થિતિમાં પૂર પ્રભાવિત વિસ્તારમાં રોગચાળો ફેલાતો અટકાવવા અને પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા અને લોક જાગૃતિ અર્થે રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય વિભાગ સાથે રહી આરોગ્ય રથ મારફત પ્રચાર પ્રસારની કામગીરી કરવામાં આવેલ છે. આરોગ્ય રથનું તાલુકા હેલ્થ ઓફીસર ઉના ખાતેથી હરીભાઇ સોલંકી ચેરમેન આરોગ્ય સમીતી જી.પં ગીરસોમનાથ, ચંદ્રેશભાઇ ઠાકર, ચેરમેન રોગી કલ્યાણ સમિતિ અ ટી ઓ, મયંકભાઇ જોષી, મનોજભાઇ બાંભણીયા, ધનસુખભાઇ ભટ્ટી વગેરે મહાનુભાવો દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવેલ સાથે રીલાયન્સ ફાઉન્ડેશન દ્રારા કૃણાલ પટેલ, સ્ટેટ કો.ઓડીનેટર અમીતભાઇ મસાણી, ભાવેશભાઇ પટેલ ઉપસ્થિત રહેલ અને તાલુકા હેલ્થ ઓફીસર આર આર ચુડાસમાં અને અર્બન હેલ્થ ઓફીસર ડો.જે.એમ પંપાણીયા સહિત ઉપસ્થિત રહ્યા હતા.
Facebook
0
Twitter
0