ઉના, તા. ર
ગીરગઢડા તાલુકાના નવા ઉગલા ગામે કનુભાઇ જોધાભાઇ ગોહીલની માલીકીની વાડી આવેલ છે. તે વાડીમાં ઇલેક્ટ્રીક વીજ લાઇન પસાર થાય છે. આ ખેતરમાં ટ્રાન્સફોર્મર પર વહેલી સવારે મોર બેસેલ હતો. ખેતરમાંથી દીપડો શિકારની શોધમાં નિકળતા વાડીમાં રહેલા વીજપોલના ટ્રાન્ફોર્મર પર મોરને જોતા શિકારની લાલચમાં છલાંગ લગાવતા દીપડાને ચાલુ વીજલાઇન પાવરનો શોટ લાગતા ઘટના સ્થળે મોત થયેલ હતું. તાત્કાલિક પીજીવીસીએલને જાણ કરી વીજ લાઇન બંધ કરાવી હતી. શિકારી ખુદ શિકાર બની જતા આ બનાવની જાણ વાડી માલીકે વનવિભાગને કરાતા વનવિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ આ દીપડાને મહામહેનતે ઉતારી જશાધાર ખાતે અનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવેલ હતો.
Facebook
0
Twitter
0