ઉના શહેરમાં પાણીપૂરીના ધંધાર્થીઓ પર ફૂડ વિભાગના દરોડા

(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૧
સરકાર દ્વારા પાણીપૂરી પર પ્રતિબંધ મૂક્યા બાદ પાણીપૂરીના ધંધાર્થીઓ દ્વારા પ્રતિબંધના અવગણના કરતા હોય અને બેરોકટોક હલકી ગુણવત્તાની પાણીપૂરીથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે. હાલમાં રોગચાળાઓ માટે પાણીપૂરીમાં વપરાતા મસાલા સહિતની ચીજ-વસ્તુઓ આરોગ્ય માટે નુકસાનકારક હોય છે. બટેટા, ચણા અને પૂરી બિનઆરોગ્ય પર હોવાના કારણે પાણીપૂરીનું ઉત્પાદન અને વેચાણ અટકાવવા ઉના નગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટર તેમજ સ્ટાફ દ્વારા પાણીપૂરી વેચનારાને પાંચ દિવસ પહેલાં બંધ કરવા માટે ચેતવણી અપાયેલ તેમ છતાં પણ શહેરના વિવિધ વિસ્તારમાં પાણીપૂરીનો ધંધો ધમધમતો હોય આ વહેચાણને અટકાવવા નગરપાલિકા ફૂડ વિભાગના અધિકારી જી. ગુજ્જર તથા તેમના સ્ટાફે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને પાણીપૂરી ઉત્પાદનસ્થળ લોકોના ઘરો અને ગોડાઉન પર દરોડા પાડી ૫૦ કિલો બટેટા, ૫ કિલો વાસી મમરા તેમજ ૧૦ કિલો જેટલી પૂરી અને પાણી તેમજ ચટણીઓનો નાશ કરવામાં આવ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks