ઉમરાહ કરવા જનારાઓ માટે ખુશખબર હવે અમદાવાદથી જ સીધી ફ્લાઈટ મળશે

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૩
ગુજરાતના હજયાત્રીઓને હજ પઢવા જવા અમદાવાદથી જીદ્દાહ સીધી ફ્લાઈટ છે. પરંતુ ઉમરાહ કરવા જનારાઓને મુંબઈ સુધી લાંબા થવું પડતું હતું આથી આ સમસ્યા નિવારવા સઉદી એરલાઈન્સ દ્વારા આગામી ૧પ જાન્યુઆરીથી અમદાવાદથી સીધી જીદ્દાહની ફ્લાઈટનો પ્રારંભ કરવામાં આવશે. સઉદી એરલાઈન્સના મેનેજર અજ્જુ શેખરએ “ગુજરાત ટુડે” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી દર વર્ષે હજારો યાત્રાળુઓ હજ અને ઉમરાહ કરવા જતા હોય છે. હજ માટે અમદાવાદથી સીધી ફલાઈટ શરૂ કરવામાં આવી છે, પરંતુ ઉમરાહ કરવા જતા યાત્રાળુઓને મુંબઈ જવું પડતું હતું. જેનાથી તેમની પરેશાની વધી જતી હતી. આ બાબતને ધ્યાને લઈ અને છેલ્લા કેટલાક વર્ષથી ઉઠતી લોકમાગણીને ધ્યાને રાખી સઉદી એરલાઈન્સે ઉમરાહ માટે અમદાવાદથી સીધી જીદ્દાહ જવા માટે ફલાઈટ શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ મુજબ આગામી ૧૫ જાન્યુઆરીની રાત્રે ૮ કલાકે ઉમરાહ માટે જવા ૩૦૦ યાત્રાળુઓને લઈ પ્રથમ ફલાઈટ રવાના થશે. ત્યારબાદ રિટર્ન ફલાઈટ મદીના શરીફથી સીધી અમદાવાદ આવશે. ૧પ જાન્યુઆરીથી હજના દિવસો સુધી દર ૧૬ દિવસે ઉમરાહ માટે અમદાવાદથી સીધી જીદ્દાહ અને મદીના શરીફથી સીધી અમદાવાદ માટેની ફ્લાઈટ અવર જવર કરશે. આમ અમદાવાદથી જ ઉમરાહ માટેે સીધી ફ્લાઈટનો પ્રારંભ થતાં ઉમરાહ-ઝિયારત માટે જનારા યાત્રાળુઓમાં ખુશી વ્યાપી ગઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks