ઉર્દૂ એક સંયુક્ત સંસ્કૃતિ, આંતરધર્મીય બંધન, માનવતા અને આત્માની ભાષા છે : કેન્દ્રીય શિક્ષણમંત્રી પોખરિયાલ

 

(એજન્સી) તા.૨૯
ઉર્દૂ ભાષા પર પોતાનો સંપૂર્ણ પ્રેમ વરસાવી રહ્યાં હોય તેમ કેન્દ્રીય શિક્ષણમંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યું હતું કે ઉર્દૂ એક સંયુક્ત સંસ્કૃતિ, આંતરજાતીય બંધન, માનવતા અને આત્માની ભાષા છે. તે હૃદય સાથે જોડાયેલી ભાષા છે.
પોખરિયાલે આ ટિપ્પણી બે દિવસના વર્લ્ડ ઉર્દૂ કોન્ફરન્સને સંબોધતાં કરી હતી. આ કોન્ફરન્સનું આયોજન નેશનલ કાઉન્સિલ ફોર પ્રોમોશોન ઓફ ઉર્દૂ લેંગ્વેઝ(એનસીપીયુએલ) દ્વારા નવી દિલ્હી ખાતે શુક્રવારે કરવામાં આવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે આ વેબીનારનું આયોજન ઉર્દૂ ભાષાની સર્વોત્કૃષ્ટ ભાવના, તેના ક્રિએટિવ ચારિત્ર્યની ઉજવણી કરવા માટે કરાયું છે. મને ગર્વ છે કે હું આજે એનવીપીયુએલને દુનિયાનું સૌથી મોટું ઉર્દૂ નેટવર્કિંગ હબ જાહેર કરી રહ્યો છું.
શ્રી નિશંકે એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ ભારતીય સંસ્કૃતિના વારસાના પ્રેમી છે અને તેઓને વિશ્વાસ છે કે આ સ્થિતિમાં પણ દુનિયા પ્રગતિ કરશે. તેમણે કહ્યું કે આ એકમાત્ર એવી ભાષા છે જેણે સૌના હૃદયને સ્પર્શ કર્યો છે. તેણે એક નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે. તેમણે કહ્યું કે ઉર્દૂને લગતી તમામ સામગ્રીઓ અને વેબસાઈટ્‌ને આજે પોપ્યુલારિટી મળી રહી છે.
શિક્ષણમંત્રીએ વધુમાં એક જાહેરાત કરી હતી કે હવેથી ઉર્દૂના લેખકો અને સાહિત્યકારોને હવે એવોર્ડ આપવામાં આવશે તથા સન્માનિત કરવામાં આવશે. તેમને ઉર્દૂની પ્રસિદ્ધ હસ્તીઓ અમીર ખુશરો, મિરઝા ગાલિબ, આઘા હસાર, રામ બાબુ સક્સેના, દયા શંકર નસીમના નામે એવોર્ડ આપવામાં આવશે. આગામી વર્ષથી ઉર્દૂની કાઉન્સિલ દ્વારા તેની શરૂઆત કરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks