ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશની નૂતન આવૃત્તિના શીર્ષકમાં જ અક્ષમ્ય ભૂલ

અમદાવાદ, તા.ર૮
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશની નૂતન આવૃત્તિના ટાઈટલ પેજ ઉપર ઉર્દૂમાં લખાયેલ શીર્ષક ક્ષતિયુક્ત છે. ઉર્દૂ-ગુજરાતી લુગતના સ્થાને ‘ઉઝુદૂ ગુજુરાટી ઉઝઝુતુ’ એવું વંચાય છે. શીર્ષકના સ્થાને શીરચ્છેદ કરવાની આ પ્રવૃત્તિ અક્ષમ્ય છે. શબ્દકોશની નવાવૃત્તિ જોતા વાચકના મનમાં ઘણા પ્રશ્નો ઉદ્દભવે કે શું અકાદમી પાસે ઉર્દૂના કોઈ પ્રખર વિદ્ધાન નથી ? અકાદમીના ઉચ્ચ સ્થાને વિરજીત બૌદ્ધિક અધિકારીએ ભૂલ સુધારી લઈ યથાર્ય ટાઈટલ છપાવી ક્ષતિરહિત પ્રકાશન કરવા તેમજ આ પ્રકારે અકાદમીને ખોટા નાણાંકીય ખર્ચાઓ કરતાં અટકાવવા ઈશરત અમરોહવીએ ગુજરાત સરકાર હસ્તક આવતા રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રાલય ગાંધીનગરને પત્ર દ્વારા જાણ કરાઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks