ઉ.ગુ. યુનિ.ના ૧૩૪ વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે સુવર્ણચંદ્રકો એનાયત કરાયા

પાટણ, તા.૧૪
રાજ્યપાલ ઓ.પી. કોહલીએ આજે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ૧૩૪ તેજસ્વી તારલાઓને સુવર્ણચંદ્રક એનાયત વિધી કરતાં જણાવ્યું કે, નવા ભારતના નિર્માણમાં રાષ્ટ્રની સૌથી મોટી અપેક્ષા શિક્ષિત યુવાનો પરત્વે છે. રાષ્ટ્રના નિર્માણમાં યુવાનોનું સર્વાધિક યોગદાન અપેક્ષિત છે. રાજ્યપાલના હસ્તે યુનિવર્સિટીના વર્ષ-ર૦૧૩, વર્ષ ર૦૧૪ અને વર્ષ ર૦૧પ માટે કુલ ૧૩૪ વિદ્યાર્થીઓને ૧૮૧ સુવર્ણચંદ્રક એનાયત વિધિ કરવામાં આવી હતી.
સમારોહના વર્ષ ર૦૧૩ના પ૮, વર્ષ ર૦૧૪માં ૬૧ અને વર્ષ ર૦૧પમાં ૬ર વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરાયા હતા. સુવર્ણચંદ્રકમાં વિનિયનશાખાના ૬૯, વાણિજ્ય શાખાના ૧૩, વિજ્ઞાન શાખાના પર, મેડિસીનના ૩ મેનેજમેન્ટના ૧ર, શિક્ષણના ૧૩, કાયદાના ૯ અને કોમ્પ્યુટરના ૭ મળી કુલ ૧૮૧ સુવર્ણચંદ્રકો એનાયત કરાયા હતા. સમારોહમાં યુનિવર્સિટીના કાર્યકારી ડો.ડી.એમ. પટેલ, સાયન્સ ફેકલ્ટીના ડીન મહેન્દ્રભાઈ પ્રજાપતિ,પરીક્ષા નિયામક મિતુલ ડેલિયા, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, મોહનભાઈ પટેલ, ભરતભાઈ રાજગોર, જિલ્લા પોલીસ વડા અશ્વિન ચૌહાણ, દીલીપભાઈ ચૌધરી, શૈલેષભાઈ પટેલ, યુનિવર્સિટી સેનેટ, કારોબારી સભ્યો, પ્રાધ્યાપકો, શિક્ષણવિદો, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks