એકતાની થીમ આધારિત ટેલિવિઝન ચેનલ લોન્ચ કરવાની જરૂર : લેબેનોનના સુન્ની મૌલવી

(એજન્સી) તા.૧૪
મુસ્લિમોમાં ભેદભાવ અને મતભેદો પેદા કરતી ચેનલો સામે ચેતવણી ઉચ્ચારતાં લેબેનોનના ટોચના મૌલવીએ કહ્યું છે કે ઇસ્લામિક દેશોમાં એકતાની સ્થાપના કરવા માટે એકતાની થીમ આધારિત ટેલિવિઝન ચેનલ લોન્ચ કરવાની જરુર છે. લેબેનોનમાં ઇસ્લામિક એક્શન મૂવમેન્ટના વડા શેખ ઝોહેર જોયેદે એકતા મુદ્દે આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં તેમની આ ટિપ્પણી કરી હતી. તેમાં તેમણે ભારપૂર્વક કહ્યું કે વિદ્વાનોને કારણે ક્યારેય ઇસ્લામિક એકતાની સ્થાપના નહીં થાય અને તેમજ ભેદભાવ તથા મતભેદો સર્જતી ટીવી ચેનલોનો સામનો કરવા માટે એકતા આધારિત ચેનલ લોન્ચ કરવાની જરુર છે. તેમણે ફરી દોહરાવતાં કહ્યું કે મુસ્લિમોએ સુપ્રીમ લીડર ઓફ ઇસ્લામિક રેવોલ્યૂશનરીના માર્ગદર્શન પર ચાલવાનું આહવાન કર્યુ હતું અને કહ્યું કે વિજય મેળવવા ઇબાદતમાં ધ્યાન આપવાનું કહ્યું હતું. તેમણે કહ્યું કે શિયા અને સુન્ની બે શરીર એક આત્મા જેવા છે. તેમણે કહ્યું કે આપણે આપણી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાની જરૂર છે જેમ કે યુનિવર્સિટીઓ અને ટેલિવિઝન ચેનલો શિયા તથા સુન્ની દ્વારા સંયુક્ત રીતે ચલાવવી પડશે કારણ કે કેટલીક ચેનલો એવા એજન્ડા હેઠળ કાર્યરત છે કે જેનાથી મુસ્લિમોમાં ભાગલા પડે અને વહાબીયતનો ફેલાવો થાય. તેમણે આ મામલે ઇરાનને આહ્‌વાન કર્યુ હતું કે તે આગળ આવે કેમ કે ત્યાં સુન્ની અને શિયા બંને સમુદાયની વસ્તી મોટા પ્રમાણમાં રહે છે અને એકતા સ્થાપિત કરવામાં વિજય પ્રાપ્ત કરવા માટે તેમણે ઇરાનના બંને સમુદાયના મૌલવીઓને આગળ આવવા આહ્‌વાન કર્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks