એક નિઃવસ્ત્ર વ્યક્તિ પણ ધારાસભ્ય બન્યાના એક વર્ષમાં બનાવી લે છે મોટો બંગલો : મેનકા ગાંધી

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ પોતાના નિવેદનમાં કહ્યું કે નિવસ્ત્ર વ્યક્તિ પણ ધારાસભ્ય બન્યા બાદ એક વર્ષના સમયમાં જ એક આલિશાન બંગલો બનાવી લે છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ મેનકા ગાંધી સંસદીય ક્ષેત્ર પિલીભીતમાં એક બેઠક દરમિયાન કહ્યું કે ધારાસભ્ય ગેરકાયદેસર રીતે પૈસા કમાવવાનું કાર્ય કરે છે. તેમણે કહ્યું કે પોતાના સમયમાં તેમણે પોતાનું ઘર પણ ગામને સમર્પિત કરી દીધું હતું.
શુક્રવારે તેમણે એ પણ જણાવ્યું હતું કે મારા પતિએ મને જે ઘર આપ્યું હતું તે પિલીભીતના લોકોની સેવા કરતાં વેચાઈ ગયું અને હવે હું બેઘર છું. ઘર વેચ્યા બાદ જે પૈસા મળ્યા તે તબીબી સારવાર અને લોકોના કલ્યાણ માટે ખર્ચ કરવામાં આવ્યા. હું માત્ર એક મંત્રી અને સાંસદ હોવાની લાયકાતથી સરકારે આપેલા ઘરમાં રહું છું. મેનકાએ કડક શબ્દોનો ઉપયોગ કરતા કહ્યું કે નિવસ્ત્ર લોકો પણ ધારાસભ્ય બની જાય છે. ચૂંટણી જીત્યા બાદ એક વર્ષમાં જ મોટું ઘર બનાવી લે છે.
બીજી તરફ મેનકાના આ નિવેદનને કારણે ભાજપના ધારાસભ્યો કેન્દ્રીય મંત્રીના આ નિવેદનનો પૂરજોશમાં વિરોધ કરી રહ્યા છે. મેનકા ગાંધીના નિવેદનથી એવું લાગે છે કે તે પોતાની જ પાર્ટીના નેતાઓ પર નિશાન સાધી રહી છે. જેને લીધે ભાજપના ધારાસભ્યોમાં ખળભળાટનો માહોલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks