એક પૂર્વ બેન્કર, જેમણેMBBSનું સ્વપ્ન પૂરૂંકરવા માટે ૬૪ વર્ષની ઉંમરે NEET પાસ કરી

(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
એક સામાન્ય માન્યતા છે કે જ્યારે વ્યક્તિ કામ કરવા લાગે છે અને કમાવાનું શરૂ કરે છે, તો પછી શિક્ષણ તરફ પાછા જવું તદ્દન અશક્ય છે. પરંતુ આપણા સમાજમાં એવા કેટલાંક લોકો છે જેમણે આ વાત ને ખોટી સાબિત કરી છે અને શિક્ષણને અનુસર્યું છે અને વધુ રસપ્રદ વાત એ છે કે નિવૃત્તિ પછી પણ તેઓએ મોટી શૈક્ષણિક સફળતા મેળવી છે. આવું જ એક ઉદાહરણ છે જય કિશોર પ્રધાન, પૂર્વ બેન્કર જેમણે ૬૪ વર્ષની ઉંમરે NEET પરીક્ષા પાસ કરી હતી. જય કિશોર પ્રધાન ઓડિશાના છે. તેઓ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માંથી ડેપ્યુટી મેનેજર તરીકે નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી, તેઓ તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાના તેેમના સ્વપ્નને પૂર્ણ કરવા માંગતા હતાં. તેથી પ્રધાને તેમની શૈક્ષણિક ઇચ્છાઓ અને પારિવારિક જવાબદારીઓને એકસાથે નિભાવવા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં પ્રવેશ મેળવવાની તૈયારીઓ શરૂ કરી. જય કિશોર પ્રધાને અભ્યાસક્રમને તબક્કાવાર સમજવા માટે ઓનલાઈન કોચિંગ પ્રોગ્રામમાં નોંધણી કરાવી. જય કિશોરે વિવિધ અવરોધોનો સામનો કરવો પડ્યો પરંતુ તે તમામ અવરોધો પાર કર્યા અને મેડિકલ પ્રવેશ પરીક્ષામાં પ્રવેશ મેળવવા માટે સમર્પિત રહ્યા. જય કિશોર પ્રધાને ૨૦૨૦માં NEET પરીક્ષા પાસ કરી અને વીર સુરેન્દ્ર સાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ (VIMSAR)માં સીટ મેળવી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts