એક વર્ષમાં ૪ર,૪૮૦ ખેડૂત-મજૂરોએ આત્મહત્યા કરી, બિહારમાં સૌથી વધુ ૪૫% આત્મહત્યાઓ

 

(એજન્સી) નવી દિલ્હી,તા.૨

ભારતમાં ખેડૂત અને મજૂરોની આત્મહત્યા અંગેના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. નેશનલ ક્રાઇમ રેકોડ્‌ર્સ બ્યુરો (એનસીઆરબી)ના નવા ડેટા અનુસાર, વર્ષ ૨૦૧૯માં ૪૨૪૮૦ ખેડૂતો અને દૈનિક મજૂરોએ આત્મહત્યા કરી હતી. આ સંખ્યા ૨૦૧૮ના આંકડા કરતા ૬ ટકા વધારે છે. ખેડૂતોની આત્મહત્યામાં થોડો ઘટાડો થયો છે, પરંતુ મજૂરોની આત્મહત્યામાં આઠ ટકાનો વધારો થયો છે. માહિતી અનુસાર, ૨૦૧૯માં, ૧૦૨૮૧ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, જે વર્ષ ૨૦૧૮માં માર્યા ગયેલા ૧૦૩૫૭ ખેડૂતો કરતા થોડી ઓછી છે. છેલ્લા એક વર્ષમાં, ૨૦૧૮માં ૩૦૧૩૨ની સરખામણીએ ૩૨૫૫૯ મજૂરોએ આત્મહત્યા કરી હતી.  દેશમાં, આત્મહત્યાના કુલ કેસોમાં ૭.૪ ટકા કેસો કૃષિ સંબંધિત છે. તેમાં ખેડૂતોની સંખ્યા ૫૯૫૭ છે જ્યારે ખેતમજૂરોની સંખ્યા ૪૩૩૪ છે. ભારતમાં આત્મહત્યાના કુલ કેસોની સંખ્યા ૨૦૧૯માં વધીને ૧,૩૯,૧૨૩ થઈ છે, જે ૨૦૧૮માં ૧૩૪૫૧૬ હતી. એનસીઆરબીના આંકડા મુજબ, આત્મહત્યા કરનારાઓમાં ૫૫૬૩ પુરુષ ખેડૂત અને ૨૯૪ મહિલા ખેડૂતો હતી. ૨૦૧૮માં આ આંકડો ૩૭૪૯ અને ૫૭૫ હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઉત્તરાખંડ, મણિપુર, ચંદીગઢ, દમણ-દીવ, દિલ્હી, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં ખેડૂતો અને ખેતમજૂરો સાથે જોડાયેલા આત્મહત્યાના એક પણ કેસ નોંધાયા નથી. છેલ્લા આંકડા મુજબ, આત્મહત્યાના કેસમાં બિહાર (૪૪.૭ ) (પંજાબ ૩૭.૫), ઝારખંડ (૨૫), ઉત્તરાખંડ (રર.૬) અને આંધ્રપ્રદેશમાં ૨૧.૫ ટકાનો વધારો થયો છે. શહેરોની વાત કરીએ તો અહીં આપઘાતના કેસોની સંખ્યા ૧૩.૯ ટકા રહી છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૧૦.૪ ટકા કરતાં વધુ છે. કેરળમાં કોલ્લમ અને પશ્ચિમ બંગાળના આસનસોલમાં અનુક્રમે ૪૧.૨ અને ૨૭.૮ ટકા ઉચ્ચતમ દર નોંધાયા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, મોટા શહેરોમાં ‘ચેન્નાઈ (૨૪૬૧), દિલ્હી (૨૪૨૩), બેંગ્લોર (૨૦૮૧) અને મુંબઇમાં ૧૨૨૯ આત્મહત્યાના કેસ નોંધાયા છે. આ ચાર શહેરોમાં દેશના ૫૩ મોટા શહેરોના ૩૬.૬ ટકા આત્મહત્યાના કેસો નોંધાયા હતા.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks