એર્દોગને પેલેસ્ટીનીઓના સમર્થનમાં ઇઝરાયેલપર આક્રમણ કરવાની ચેતવણી આપી

(એજન્સી) અંકારા, તા.૨૯
તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા ઇઝરાયેલી નરસંહારમાં પેલેસ્ટીનીઓના સમર્થનમાં લીબિયા અને નાગોર્નો-કારાબાખની જેમ ઇઝરાયેલ પર આક્રમણ કરવાની ધમકી આપી છે.
એર્દોગનની ટિપ્પણી ૨૮ જુલાઈ રવિવારના રોજ તેમના વતન રાઇઝમાં તેમની શાસક એકે પાર્ટીની બેઠકમાં ટેલિવિઝન સંબોધન દરમિયાન આવી હતી. રોઇટર્સ અહેવાલ અનુસાર એર્દોગને કહ્યું, આપણે ખૂબ જ મજબૂત બનવું જોઈએ જેથી ઇઝરાયેલ પેલેસ્ટીન માટે આ મૂર્ખામી ભરી વસ્તુઓ ન કરી શકે. જેમ આપણે કારાબાખમાં પ્રવેશ્યા હતા, જેમ આપણે લિબિયામાં પ્રવેશ્યા હતા, આપણે તેમના જેવું જ કરી શકીએ છીએ.
તેમણે ઉમેર્યું, આપણે આ ન કરી શકીએ તેવું કોઈ કારણ નથી. આપણે મજબૂત બનવું જોઈએ જેથી આપણે આ પગલાં લઈ શકીએ.
ઇઝરાયેલના વિદેશમંત્રી ઇઝરાયેલ કાત્ઝે ટિ્‌વટર પર એક પોસ્ટમાં લખ્યું, એર્દોગન ઇઝરાયેલ પર હુમલો કરવાની ધમકી આપીને સદ્દામ હુસૈનના પગલે ચાલી રહ્યો છે. તેણે યાદ રાખવું જોઈએ કે ત્યાં શું થયું અને તે કેવી રીતે સમાપ્ત થયું.
ઇઝરાયેલના વિરોધ પક્ષના નેતા યાયર લેપિડે લખ્યું કે, તુર્કીના રાષ્ટ્રપતિ ફરીથી બડબડાટ કરી રહ્યા છે અને મધ્ય-પૂર્વ માટે જોખમ છે.
લેપિડે કહ્યું, વિશ્વ અને ખાસ કરીને નાટોના સભ્યોએ ઇઝરાયેલ સામેની તેની આક્રોશપૂર્ણ ધમકીઓની સખત નિંદા કરવી જોઈએ અને તેને હમાસ માટેનું સમર્થન સમાપ્ત કરવા દબાણ કરવું જોઈએ. અમે સરમુખત્યાર તરફથી ધમકીઓ સ્વીકારીશું નહીં.
ગોલાન હાઇટ્‌સમાં મજદલ શમ્સના ડ્રુઝ ગામ પર રોકેટ હુમલા બાદ ૧૨ બાળકો માર્યા ગયા બાદ ઇઝરાયેલ-હિઝબુલ્લાહ સંઘર્ષ વચ્ચે એર્દોગનની ટિપ્પણીઓ આવી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks