(એજન્સી) વોશિંગ્ટન, તા.૧૦
૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ગાઝા પટ્ટી પર તેની લશ્કરી કાર્યવાહી શરૂ કરી ત્યારથી, ઇઝરાયેલે ઘેરાયેલા પ્રદેશ પર ૧૦૦,૦૦૦ ટનથી વધુ વિસ્ફોટકો છોડ્યા છે. ગાઝા સરકારની મીડિયા ઓફિસના જણાવ્યા અનુસાર ચાલુ બોમ્બમારાનાં પરિણામે ૬૨,૦૦૦થી વધુ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે અથવા ગુમ થયા છે. તેમાંથી ૧૦,૦૦૦થી વધુ લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે અને તેઓનું શું થશે તે જાણી શકાયું નથી. પેલેસ્ટીની ઇન્ફર્મેશન સેન્ટર (PIC) મુજબ ઇઝરાયેલી દળોએ ૧૨,૦૦૦થી વધુ હુમલાઓ કર્યા છે, જેમાં પેલેસ્ટીની પરિવારોને નિશાન બનાવતા ૧૧,૯૨૬ હુમલાનો સમાવેશ થાય છે, જેના પરિણામે ૨,૨૦૦ પરિવારોને સંપૂર્ણ નાબૂદ કરવામાં આવ્યા છે અને સિવિલ રજિસ્ટ્રીમાંથી ૬,૩૫૦ વ્યક્તિઓને દૂર કરવામાં આવ્યા છે.
Facebook
0
Twitter
0