ઓડિશામાં ગાયની તસ્કરીના આરોપમાં દલિત પુરૂષોના મુંડન, તેમને ઘસીટવામાં આવ્યા

આ પુરૂષો એક ગાય અને બે વાછરડા ખરીદ્યા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે એક ટોળાએ તેમનો કથિત રીતે વિરોધ કર્યો અને પૈસા માંગ્યા, નવ લોકોની અટકાયત કરવામાં આવી

(એજન્સી)               તા.૨૪
ઓડિશાના ગંજમ જિલ્લામાં ગાયની તસ્કરીના આરોપમાં ટોળાએ બે દલિત પુરૂષોના માથા બળજબરીથી મુંડન કરાવીને તેમને ઘસડાવવાની ફરજ પાડ્યા બાદ નવ લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ભોગ બનેલા લોકો એક ગાય અને બે વાછરડા ખરીદ્યા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ધારાકોટ પોલીસ હદ હેઠળના ખારીગુમ્મા ગામમાં એક ટોળાએ તેમનો વિરોધ કર્યો અને ૩૦,૦૦૦ રૂપિયાની માંગણી કરી. જ્યારે લોકોએ પૈસા ચૂકવવામાં અસમર્થતા દર્શાવી, ત્યારે ટોળાએ તેમને માર માર્યો, બળજબરીથી તેમના માથા મુંડન કરાવ્યા, તેમને ઘસડ્યા અને તેમને ગટરનું પાણી પીવડાવ્યું. એક વીડિયોમાં કથિત રીતે બે પુરુષો તેમના દાંત વચ્ચે ઘાસ બાંધીને રડતા દેખાય છે જ્યારે કેટલાક પુરુષો તેમનો પીછો કરે છે. પોલીસે જણાવ્યું હતું કે, જૂથે તેમની પાસેથી ૭૦૦ રૂપિયા રોકડા અને તેમના મોબાઇલ ફોન પણ છીનવી લીધા હતા. ધારાકોટ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચંદ્રિકા સ્વૈને જણાવ્યું કે,‘પીડિતોની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે,’. પીડિતોની સારવાર સ્થાનિક હોસ્પિટલમાં કરવામાં આવી હતી. નોંધપાત્ર વાત એ છે કે, ગયા વર્ષે ગૌરક્ષકોના કેસોમાં વધારો જોવા મળ્યો છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પર આ ઘટનાને ઉજાગર કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા નિરંજન પટનાયકેX પર કહ્યું ‘આ લખતા પણ મારું હૃદય વાલોવાઈ જાય છે. ગંજમ જિલ્લામાં બે યુવાન દલિત પુરૂષોને અપમાનિત કરવામાં આવ્યા અને ત્રાસ આપવામાં આવ્યો-માથા અડધા મુંડન કરાવ્યા, ૨ કિમી સુધી ચાલવાની ફરજ પડી, ઘાસ ખાવા અને ગટરનું પાણી પીવા માટે મજબૂર કરવામાં આવ્યા અને શા માટે ? ફક્ત તેમની પુત્રીના લગ્ન માટે ગાય ખરીદવા બદલ. નફરત સામાન્ય થઈ ગઈ છે. જાતિ હિંસા વધી રહી છે અને ઓડિશામાં, ન્યાય દૂર જ નહીં પણ લગભગ અદૃશ્ય લાગે છે. આપણા મુખ્યમંત્રી જ્ર@MohanMOdisha  કેમ ચૂપ છે ?’.

]]>

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks