સ્થાનિક મહિલાઓની બનેલી એક સ્વ-ઘોષિત ’કાંગારૂ કોર્ટે’એ જૂતાનો હાર પહેરાવવા સહિતની અમાનવીય સજા ફટકારી
(એજન્સી)
ભુવનેશ્વર, તા.૩૧
ઓડિશાના અંગુલ જિલ્લાના નાકાચી પંચાયત હેઠળના કંડાહલ ગામમાં રૂા.૨,૦૦૦ની લોન ચૂકવવામાં નિષ્ફળ જવાને કારણે એક દલિત મહિલાનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું હતું અને તેની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું.
વીડિયોમાં કેદ થયેલી અને હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ઘટનાએ વ્યાપક આક્રોશ ફેલાવ્યો છે અને ન્યાય માટે ફરી હાકલ કરી છે. મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે, આ વિચલિત કરનાર વીડિયોમાં મહિલાનો ચહેરો કાળો કરીને અને ગળામાં ચંપલનો હાર પહેરાવીને ગામમાં ફરવવામાં આવી રહ્યો છે.સ્થાનિક સ્ત્રોતોને ટાંકીને મીડિયાએ અહેવાલ આપ્યો છે કે મહિલાએ ગ્રામ સમિતિ પાસેથી રકમ ઉછીની લીધી હતી. લોન ચૂકવવામાં અસમર્થ હોવાથી, તેને કથિત રીતે સ્વ-ઘોષિત “કાંગારૂ કોર્ટ” દ્વારા સજા આપવામાં આવી હતી. આઘાતજનક વાત તો એ છે કે, અમાનવીય સજા લાદનાર ગ્રામ સમિતિમાં ઘણી સ્થાનિક મહિલાઓનો પણ સમાવેશ થતો હતો.પીડિતાએ ૧૪ ઓગસ્ટના રોજ હંડાપા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. જોકે, આક્ષેપો સામે આવ્યા છે કે સ્થાનિક પોલીસ, ગામના અધિકારીઓ અને સમુદાયના નેતાઓએ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, ઘટના ગંભીર હોવા છતાં તાત્કાલિક કોઈ કાર્યવાહી કરી ન હતી.સૂત્રો એ પણ સૂચવે છે કે મહિલા ત્યારથી ગામ છોડીને ચાલી ગઈ છે, અહેવાલો સૂચવે છે કે તેને ચૂપ રહેવા માટે દબાણ કરવામાં આવ્યું હોઈ શકે છે.એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, “ગુનો ગંભીર હોવા છતાં તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.”વીડિયો વાયરલ થવાથી ઘટના પ્રકાશમાં આવી, જેના કારણે વ્યાપક આક્રોશ અને નિંદા ફેલાઈ ગઈ. નાગરિક સમાજ જૂથો અને માનવાધિકાર કાર્યકરોએ હવે ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી અને સ્થાનિક અધિકારીઓ પાસેથી જવાબદારીની માંગ કરી છે.