ઓલિમ્પિકમાં પ૦ મીટર રાઈફલ ૩ પોઝિશનમાં ભારતનો પ્રથમ મેડલસ્વપ્નિલે બ્રોન્ઝ અપાવ્યો, હવે ભારત પાસે ત્રણ મેડલસ્વપ્નિલ કુસાલેના મેડલ સાથે ભારતને પ્રથમવાર ત્રણેય મેડલ શૂટીંગમાં મળ્યા

પેરિસ, તા.૧
પેરિસ ઓલિમ્પિક-ર૦ર૪ની પ૦ મીટર રાઈફલ થ્રી પોઝિશનમાં ભારતના સ્ટાર શૂટર સ્વપ્નિલ કુસાલેએ ૪પ૧.૪નો સ્કોર કરી ઈતિહાસ રચી દીધો છે. તેણે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો. આ પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો ત્રીજો મેડલ છે. આ પહેલા મનુએ વ્યક્તિગત અને ટીમ ઈવેન્ટમાં સરબજોતસિંહ સાથે મળીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વપ્નિલ કુસાલેએ ૧૭ મે ર૦ર૪ના રોજ ભોપાલમાં આયોજિત અંતિમ પસંદગી ટ્રાયલમાં ર૦ર૪ ઓલિમ્પિક માટે ક્વાલિફાઈ કર્યું હતું. ૧૯૯પમાં જન્મેલો કુસાલે ખેડૂત પરિવારમાંથી આવે છે. સ્વપ્નિલ કુસાલેએ નીલિંગમાં ૧પ૩.૩નો (પહેલી સિરીઝ-પ૦.૮, બીજી સિરીઝ-પ૦.૯, ત્રીજી સિરીઝ પ૧.૬) સ્કોર કર્યો હતો. તે છઠ્ઠા નંબરે રહ્યો ત્યારબાદ પ્રોનમાં તેણે ૧પ૬.૮ (પહેલી સિરીઝ -પર.૭, બીજી સિરીઝ-પર.ર, ત્રીજી સિરીઝ-પ૧.૯)નો સ્કોર કરતા પોતાની પોઝિશન સુધારીને પ્રોન બાદ પાંચમા નંબરે પહોંચી ગયો હતો. અહીંયાથી તેને કમાલ કરવાની જરૂર હતી. કુસાલેએ સ્ટેન્ડિંગમાં પ્રથમ સિરીઝમાં પ૧.૧ અને બીજી સિરીઝમાં પ૦.૪ આમ કુલ મળીને ૧૦૧.પનો સ્કોર કર્યો તેની પાસે કુલ સ્કોર ૪રર.૧ અને તે ત્રીજા નંબરે પહોંચી ગયો. અહીંયાથી પડકાર વધારે ગંભીર હતો. અહીંયાથી કુસાલેએ પાછળ વળીને જોયું નહીં. તેણે એલિમિનેશનમાં જબરદસ્ત અંદાજમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો. આ ઈવેન્ટનો ગોલ્ડ ચીનના લિયુ યુકને ૪૬૩.૬ના સ્કોર કરી ના ફકત વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો પણ ગોલ્ડ મેડલ પણ જીત્યો. સિલ્વર મેડલ કુલિસ સેરીના નામે રહ્યો જેણે ૪૬૧.૩નો સ્કોર કર્યો. આમ મનુ ભાકર અને સરબજોતસિંહ બાદ સ્વપ્નિલ કુસાલે શૂટિંગમાં ભારતને મેડલ જીતાડનાર ત્રીજો શૂટર બની ગયો છે. આ સાથે જ ભારતે પહેલીવાર ઓલિમ્પિકની એક સિઝનમાં એક રમતમાં ત્રણ મેડલ જીત્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks