એન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીના અંતિમ ટેસ્ટના છેલ્લા કલાકના ઉન્માદ જેવી ગજબનાક ઉતાર ચઢાવની દિલધડક રમત વચ્ચે સિરાજની પાંચ વિકેટે ભારતને મુશ્કેલ લાગતો વિજય અપાવી દીધો
લંડન, તા.૪
ઓવલ ટેસ્ટના છેલ્લા દિવસે ભારતે ૪ વિકેટ લઈને ૬ રનથી મેચ જીતી લીધી. આ સાથે ટીમે પાંચ મેચની એન્ડરસન-તેંડુલકર ટ્રોફી પણ ૨-૨થી બરાબર કરી. ભારતીય પેસર મોહમ્મદ સિરાજે બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લઈને મેચનું પાસું ફેરવી દીધું અને ટીમને રોમાંચક જીત અપાવી. ગુરૂવારે ઓવલ ખાતે ઇંગ્લેન્ડે બોલિંગ પસંદ કરી. ભારતે પ્રથમ ઇનિંગમાં ૨૨૪ અને ઇંગ્લેન્ડે ૨૪૭ રન બનાવ્યા. ૨૩ રનથી પાછળ રહ્યા બાદ ભારતે બીજી ઇનિંગમાં ૩૯૬ રન બનાવ્યા. ઇંગ્લેન્ડને ૩૭૪ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમે ૩ વિકેટ ગુમાવીને ૩૦૦ રન બનાવ્યા હતા. ત્યારબાદ હેરી બ્રુક સદી ફટકારીને આઉટ થયો. અહીંથી ભારતે ૩૫૪ સુધી ઇંગ્લેન્ડની ૮ વિકેટ લીધી. ગસ એટકિન્સન અને જોશ ટંગે અંતમાં ટીમ માટે મેચ જીતવાનો પ્રયાસ કર્યો, પરંતુ સિરાજે છેલ્લી વિકેટ લઈને ભારતને નજીકની જીત અપાવી. ઇજાગ્રસ્ત ક્રિસ વોક્સ પણ ડાબા હાથે બેટિંગ કરવા ઉતર્યો, પરંતુ ટીમ માટે મેચ જીતી શક્યો નહીં. ભારતે સિરીઝની બીજી અને પાંચમી ટેસ્ટ જીતી, ઇંગ્લેન્ડે પહેલી અને ત્રીજી ટેસ્ટ જીતી. ચોથી ટેસ્ટ ડ્રો રહી હતી. મેચના છેલ્લા દિવસે ભારતીય બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના અને મોહમ્મદ સિરાજની મહેનતના કારણે ભારતે ઈંગ્લેન્ડને પરાજય આપ્યો છે. ભારત તરફથી ઈંગ્લેન્ડ સામેની બીજી ઈનિંગમાં ક્રિષ્નાએ ૪ વિકેટ અને સિરાજે પાંચ વિકેટ ઝડપી છે. આ સાથે બંને દેશોએ પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં બે-બે મેચ જીતીને શ્રેણી સરભર કરી લીધી છે. ભારતે પ્રથમ ઈનિંગમાં ૨૨૪ રન અને બીજી ઈનિંગમાં ૩૯૬ રન નોંધાવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં ૨૪૭ રન અને બીજી ઈનિંગમાં ૩૬૭ રન નોંધાવ્યા હતા.પાંચમી ટેસ્ટ મેચમાં કુલ ત્રણ સદી નોંધાઈ હતી, જેમાં ભારતીય બેટર યશસ્વી જયસ્વાલે ૧૧૮ રન, ઈંગ્લેન્ડના બેટર જો રૂટે ૧૦૫ રન અને હેરી બ્રુકે ૧૧૧ રન નોંધાવ્યા હતા. જ્યારે ભારત તરફથી કરૂણ નાયરે ૫૭ રન, આકાશ દીપે ૬૬ રન, રવિન્દ્ર જાડેજાએ ૫૩ રન અને વોશિગ્ટન સુંદરે ૫૩ રન નોંધાવ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી ફિફ્ટી ફટકારનારા બેટરોમાં ઝેક ક્રોલીએ ૬૪ રન, હેરી બ્રુકે ૫૩ રન, બેન ડુકેટે ૫૪ રન નોંધાવ્યા હતા.
ભારતે ઓવલ ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમે વિદેશી પ્રવાસ પર પાંચ ટેસ્ટ મેચની શ્રેણી દરમિયાન પહેલીવાર પાંચમી ટેસ્ટ મેચ જીતીને કમાલ કર્યો છે. ભારતના ટેસ્ટ ક્રિકેટના ૯૩ વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર આવી સિદ્ધિ હાંસલ થઈ છે. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને છ વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે બંને ટીમોએ કુલ પાંચ ટેસ્ટ મેચ સિરીઝમાંથી બે-બે મેચ જીતીને શ્રેણી સરભર કરી લીધી છે. ભારતે પ્રથમ ઈનિંગમાં ૨૨૪ રન અને બીજી ઈનિંગમાં ૩૯૬ રન નોંધાવ્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં ૨૪૭ રન અને બીજી ઈનિંગમાં ૩૬૭ રન નોંધાવ્યા હતા. મેચમાં રેકોર્ડની વાત કરીએ તો આકાશ દીપ, શુભમન ગિલ, જો રૂટ સહિત અનેક ખેલાડીઓએ રેકોર્ડ નોંધાવ્યા છે. તો પાંચમી ટેસ્ટ મેચના તમામ રેકોર્ડ પર કરીએ એક નજર…ભારતે ઓવલ ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય ટીમે વિદેશી પ્રવાસ પર પાંચ ટેસ્ટ મેચની શ્રેણી દરમિયાન પહેલીવાર પાંચમી ટેસ્ટ મેચ જીતીને કમાલ કર્યો છે. ભારતના ટેસ્ટ ક્રિકેટના ૯૩ વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર આવી સિદ્ધિ હાંસલ થઈ છે.ભારતનો ટેસ્ટ શ્રેણીમાં ૧૨મી સદીનો રેકોર્ડ :ભારતીય ઓપનર જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની પાંચમી અને આખરી ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી ફટકારી હતી અને આ સાથે ભારતે આગવો ઈતિહાસ રચી દીધો હતો. ભારતે તેના ટેસ્ટ ઈતિહાસમાં સૌપ્રથમ વખત એક ટેસ્ટ શ્રેણીમાં ૧૨ સદી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી. અગાઉ એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વઘુ ૧૧ સદીનો ભારતીય રેકોર્ડ હતો. જે ટીમ ઈન્ડિયાએ ૧૯૭૮-૭૯માં વેસ્ટઈન્ડિઝ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટમાં નોંધાવ્યો હતો.
એક ટેસ્ટ શ્રેણીમાં સર્વાધિક સદીઓ :ભારતે એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ ૧૨ સદીઓ નોંધાવી છે. આ પહેલા ૧૯૫૫માં પાંચ ટેસ્ટ મેચ શ્રેણીમાં વેસ્ટઈન્ડિઝ સામે ઓસ્ટ્રેલિયાએ, ૧૯૮૨-૮૩માં છ ટેસ્ટ મેચ શ્રેણીમાં ભારત સામે પાકિસ્તાને, ૨૦૦૩-૨૦૦૪માં ચાર ટેસ્ટ મેચ શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સાઉથ આફ્રિકાએ જ્યારે ૨૦૨૫માં પાંચ ટેસ્ટ મેચ શ્રેણીની સીરિઝમાં ઈંગ્લેન્ડ સામે કુલ ૧૨ સદી નોંધાવી છે.આકાશ દીપ ૧૪ વર્ષ બાદ અડધી સદી ફટકારનારો ભારતીય નાઈટ વોચમેન :ભારતીય ફાસ્ટ બોલર આકાશ દીપે ઈંગ્લેન્ડ સામેની પાંચમી ઓવલ ટેસ્ટની બીજી ઈનિંગમાં નાઈટ વોચમેન તરીકે રમતાં અડધી સદી ફટકારી હતી. આ સાથે ૧૪ વર્ષ બાદ ટેસ્ટમાં ભારતીય નાઈટ વોચમેનની સદી નોંધાઈ હતી. છેલ્લે આવી સિદ્ધિ વર્ષ ૨૦૧૧માં અમિત મિશ્રાએ ઈંગ્લેન્ડ સામે જ ૮૪ રન ફટકારીને નોંધાવી હતી. આકાશ દીપ એક ટેસ્ટ શ્રેણીમાં ૧૦ વિકેટ ઝડપવાની સાથે અડધી સદી નોંધાવનારો ત્રીજો ભારતીય ઓલરાઉન્ડર બનીગયો છે.લોકેશ રાહુલ શ્રેણીમાં ૧૦૬૬ બોલ રમ્યો :લોકેશ રાહુલ ઇંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં ૧૦૬૬ બોલ રમ્યો છે. એક જ શ્રેણીમાં સૌથી વઘુ બોલ રમ્યો હોય તેવા ઓપનરમાં તે સુનીલ ગાવસ્કરની હરોળમાં આવી ગયો છે. ગાવસ્કર પાંચ શ્રેણીમાં ૧ હજારથી વઘુ બોલ રમ્યા છે જ્યારે ૨૦૧૪માં મુરલી વિજયે ઇંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી.રૂટના ભારત સામે બે હજાર રન :જો રૂટે આજે ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં બે હજાર રન પૂરા કર્યા છે. એક જ ટીમ સામે બે હજાર રન પૂરા કરનારો તે માત્ર બીજો બેટ્સમેન છે. અગાઉ સર ડોનાલ્ડ બ્રેડમેને ઇંગ્લેન્ડ સામે ૨૩૫૪ રન નોંધાવ્યા હતા.સિરાજની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦૦ વિકેટ :બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજે ફરી બખૂબી મોરચો સંભાળી લીધો હતો. વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં સિરાજે પાંચ ઇનિંગ્સમાં કુલ ૨૩ વિકેટ ઝડપી છે. સિરાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦૦ વિકેટ પૂરી કરનારો ભારતનો ૧૫મો બોલર બની ગયો છે. ફાસ્ટ બોલર્સમાંથી કપિલ દેવે સૌથી વઘુ ૬૮૭, ઝહીર ખાને ૬૧૦, જવાગલ શ્રીનાથે ૫૫૧, મોહમ્મદ શમીએ ૪૬૨ જ્યારે જસપ્રિત બુમરાહે ૪૫૭ સાથે સૌથી વઘુ વિકેટ ખેરવી છે.ગિલનો અનોખો રેકોર્ડ, સતત પાંચ ટોસ હાર્યા :ઈંગ્લેન્ડ સામેની પાંચમી અને આખરી ટેસ્ટમાં પણ ભારતીય ટીમનો કેપ્ટન ગિલ ટોસ હારી ગયો હતો. આ સાથે ભારતીય ટીમ તમામ ફોર્મેટમાં કુલ મળીને ૧૫મો ટોસ ગુમાવ્યો હતો. જ્યારે કેપ્ટન તરીકેની પ્રથમ શ્રેણીમાં જ ગિલે સતત પાંચ ટોસ ગુમાવવાનો નાલેશીભર્યો રેકોર્ડ પણ સર્જ્યો હતો. પાંચ ટેસ્ટની શ્રેણીમાં કોઈ ટીમે સતત પાંચેય ટોસ ગુમાવ્યા હોય તેવી આ ૧૪મી ઘટના હતી. ૨૧મી સદીમાં અગાઉ આવી એકમાત્ર ઘટના ૨૦૧૮ના ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસમાં જોવા મળી હતી.કેપ્ટન ગિલે સિરીઝમાં ૭૫૪ રન સાથે ગાવસ્કરનો ૪૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો :ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ભારતના કેપ્ટન તરીકે દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણીમાં સૌથી વઘુ રન ફટકારવાનો ગાવસ્કરનો ૪૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. ગિલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં કુલ ૭૫૪ નોંધાવ્યા છે. તે ગાવસ્કરની આગળ નીકળી ગયો હતો. ભારતના યુવા કેપ્ટને આ ઉપરાંત વિદેશની ભૂમિ પર દ્વિપક્ષીય શ્રેણીમાં કેપ્ટન તરીકે સૌથી વઘુ રન ફટકારવાનો વિન્ડિઝના લેજન્ડ ગેરી સોબર્સનો ૫૯ વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો. ભારતીય કેપ્ટન ગિલે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં જબરજસ્ત દેખાવ કર્યો છે. તેણે ૯ ઈનિંગમાં ચાર સદી ફટકારી છે, જેમાં ૨૬૯ રનની ઈનિંગ પણ સામેલ છે. તેણે શ્રેણીમાં ૭૫૪ રન ફટકારી દીધા છે. અગાઉ એક શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે સૌથી વઘુ રન ફટકારવાનો રેકોર્ડ ગાવસ્કરના નામે હતો. જેમણે ૧૯૭૮-૭૯માં વિન્ડિઝ સામેની શ્રેણીમાં ૭૩૨ રન ફટકાર્યા હતા.
ગિલે ગેરી સોબર્સનો પણ તોડ્યો રેકોર્ડ :આ અગાઉ ગિલે ઓવલ ટેસ્ટમાં પહેલો રન નોંધાવ્યો, તેની સાથે તેણે ગેરી સોબર્સનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. અત્યાર સુધી દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણીમાં વિદેશની ભૂમિ પર કેપ્ટન તરીકે શ્રેણીમાં સૌથી વઘુ રન ફટકારવાનો રેકોર્ડ વિન્ડિઝના ઘુરંધરના નામે હતો. જેમણે ૧૯૬૬માં ઈંગ્લેન્ડના પ્રવાસમાં જ ૭૨૨ રન નોંધાવ્યા હતા. ગિલે આ સાથે ઈંગ્લેન્ડની ભૂમિ પર સૌથી વઘુ રન ફટકારનારો કેપ્ટન પણ બની ગયો છે.રૂટ અને બ્રુક વચ્ચે ૧૯૫ રનની ભાગીદારી :રૂટ અને બ્રુકની જોડીએ ઈંગ્લેન્ડને જીત તરફ અગ્રેસર કરતાં ૧૯૫ રનની ભાગીદારી કરી હતી. બ્રુકે ૯૮ બોલમાં ૧૪ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૧૧૧ રન ફટકાર્યા હતા. જ્યારે રૂટે ૧૫૨ બોલમાં ૧૨ ચોગ્ગા સાથે ૧૦૫ રન નોંધાવ્યા હતા. ઈંગ્લેન્ડ જીતની નજીક પહોંચી ગયું હતું ત્યારે જ આકાશ દીપે બ્રુક અને ત્યાર બાદ પ્રસિદ્ધ ક્રિશ્નાએ બેથેલ બાદ રૂટને આઉટ કરતાં બાજી પલ્ટી ગઈ હતી. ત્યારબાદ ટેસ્ટ મેચના પાંચમાં દિવસે ભારતે ઈંગ્લેન્ડને ૬ રને પરાજય આપી દીધો છે.