ઓસ્ટ્રેલિયન ઓપનમાં મોટો અપસેટ નડાલ બહાર; ચંુગ સેમીફાઈનલમાં

મેલબોર્ન, તા.ર૪
રાફેલ નડાલનું ૧૭મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાનું સ્વપ્ન આજે અહીંયા ઈજાના કારણે ચકનાચૂક થઈ ગયું. ઓસ્ટ્રેલિયન ઓપનમાં અપસેટ ભરેલા દિવસમાં બિનક્રમાંકીત કાઈલ એડમંડ અને એલિસ મર્ટન્સ સેમીફાઈનલમાં પહોંચી ઈતિહાસ સર્જ્યો. મહિલાઓમાં બીજા ક્રમાંકની વોઝનિયાકીએ સંઘર્ષપૂર્ણ જીત સાથે પોતાના પ્રથમ ગ્રાન્ડસ્લેમ ટાઈટલની આશા જીવંત રાખી છે. વિશ્વનો નંબર વન ખેલાડી નડાલને મારિન સિલિય વિરૂદ્ધ પગની ઈજાના કારણે રીટાયર્ડ થવું પડ્યું ત્યારે સિલિય ૩-૬, ૬-૩, ૬-૭ (પ/૭), ૬-ર, ર-૦થી આગળ હતો. સિલિયનો સામનો સેમીફાઈનલમાં બ્રિટનના એડમન્ડ સામે થશે જેણે એક અન્ય ક્વાર્ટર ફાઈનલમાં ત્રીજા ક્રમાંકના દિમિસતોવને ૬-૪, ૩-૬, ૬-૩, ૬-૪થી અપસેટનો શિકાર બનાવ્યો. મહિલાઓના વર્ગમાં મર્ટન્સે પણ પોતાની શાનદાર રમત યથાવત રાખી તેણે વિશ્વની ચોથા નંબરની ઈલિના સ્વિતોલિનાને ૬-૪, ૬-૦થી પરાજય આપ્યો અને આ રીતે ર૦૧રમાં અંતિમવાર સેમીફાઈનલમાં પહોંચનારી ક્લાઈટર્સ બાદ બેલ્જિયમની પ્રથમ ખેલાડી બની સેમીફાઈનલમાં તે વોઝનિયાકી સામે ટકરાશે જેણે સ્પેનની સુઆરેઝ નવારો વિરૂદ્ધ ૬-૦, ૬-૭, (૩/૭) ૬-રથી જીત મેળવી વોઝનિયાકી ર૦૧૧ બાદ પહેલીવાર સેમીફાઈનલમાં પહોંચી છે.
દ.કોરિયાના ર૧ વર્ષીય ખેલાડી હેયાંગ ચુંગે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા ઓસી. ઓપનની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. પુરૂષ સિંગ્લ્સ વર્ગમાં વિશ્વના પ૮માં નંબરના ચુંગે અમેરિકાના ટેનેસ સેંડગ્રેનને બહારનો રસ્તો બતાવ્યો. આ સાથે જ આ દ.કોરિયન ખેલાડીએ ઈતિહાસ સર્જી દીધો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks