મેલબોર્ન,તા.૧૭
ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં ટોચના ખેલાડીઓની આગેકૂચ જારી રહી છે. ૫ૂર્વ નંબર વન મહિલા ખેલાડી ડેનમાર્કની વોઝનિયાકી અને પુરૂષ વર્ગમાં ટોચના ક્રમાંકનો રાફેલ નડાલે ઓસી. ઓપનના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. વોઝનિયાકીએ બીજા રાઉન્ડમાં ક્રો-એશિયાની ફેટને જ્યારે નડાલે પરમા ક્રમાંંકના માપેરને હરાવી બહારનો રસ્તો બતાવ્યો જોકોવિકે પણ શાનદાર આગેકૂચ કરી હતી. છ વખતના વિજેતાએ છ મહિનાના બ્રેક બાદ વાપસી કરી છે. ફેડરર સરળતાથી બીજા રાઉન્ડમાં પહોંચી ગયો હતો. નવમાં ક્રમાંકિત ખેલાડી વાવરિન્કાએ પણ પોતાના હરીફ ખેલાડી રિકાડ્ર્સ ઉપર ૬-૩, ૬-૪, ૨-૬ અને ૭-૬થી જીત મેળવી હતી. વર્તમાન ચેમ્પિયન રોજર ફેડરરે સ્લોવેનિયાના અલઝાજ ઉપર ૬-૩, ૬-૪, ૬-૪થી જીત મેળવી હતી. જોકોવિકે પોતાના હરીફ ખેલાડી ડોનાલ્ડ યંગ ઉપર ૬-૧, ૬-૨ અને ૬-૪થી જીત મેળવી હતી. આ મેચ એક કલાક અને ૫૧ મિનિટ ચાલી હતી.