
(એજન્સી) તા.૮
ઓસ્ટ્રેલિયન સરકારના મંત્રી એડ હ્યુસિકે રવિવારે ઇઝરાયેલ પર ગાઝામાં યુદ્ધના કાયદાનું પાલન કરવામાં યોજનાબદ્ધ રીતે નિષ્ફળતાનો આરોપ મૂક્યો હતો. સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ અનુસાર ઉદ્યોગ અને વિજ્ઞાન મંત્રી અને વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝના મંત્રીમંડળના સભ્ય હ્યુસિકે જણાવ્યું હતું કે ગાઝામાં લગભગ ૨૦૦ માનવતાવાદી કામદારોના મૃત્યુ ઇઝરાયેલની લડાયક અને નાગરિકો વચ્ચે તફાવત કરવામાં નિષ્ફળતા દર્શાવે છે. હું માનું છું કે આ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવા માટે ખરેખર પ્રતિબદ્ધ કરવામાં ઇઝરાયેલી સરકારની યોજનાબદ્ધ નિષ્ફળતાને પ્રતિબિંબિત કરે છે તેમણે સ્કાય ન્યૂઝ ઓસ્ટ્રેલિયાને કહ્યું. આ જ કારણે ૩૩,૦૦૦ પેલેસ્ટીનીઓ માર્યા ગયેલા જોવા મળ્યા છે જેમાંથી ૧૪,૫૦૦ બાળકો છે અને ૭૭,૦૦૦ ઘાયલ થયા છે અને તે ઉપરાંત ૨૦૦ સહાયક કાર્યકરો અને ૧૦૦ પત્રકારો માર્યા ગયા છે. ઓસ્ટ્રેલિયન નાગરિક લાલઝાવમી ‘ઝોમી’ ફ્રેન્કકોમ સોમવારે સ્થાનિક સમય અનુસાર મધ્ય ગાઝામાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં સહાયક સંસ્થા વર્લ્ડ સેન્ટ્રલ કિચન (ઉઝ્રદ્ભ)ના છ સાથીદારો સાથે માર્યા ગયા હતા.ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (ૈંડ્ઢહ્લ) એ શુક્રવારે આ ઘટનાની પ્રારંભિક તપાસનો સારાંશ પ્રકાશિત કર્યો હતો, જેમાં તારણ કાઢ્યું હતું કે ઉઝ્રદ્ભ સહાય વાહનો પરની હુમલો એક ભૂલભરેલી ઓળખને કારણે થયેલી ગંભીર ભૂલ હતી.