કચ્છના ખાવડા નજીક મધરાતે ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો

(સંવાદદાતા દ્વારા)
ભૂજ,તા.૧૬
કચ્છમાં ભૂજ તાલુકાના ખાવડા નજીક તા.૧૬-૧ની મધ્યરાત્રે ૧.૪૦ વાગ્યે ૪.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપના આંચકાના પગલે ૧૭ વર્ષ અગાઉ તા.૨૬-૧-૦૧ના રોજ આવેલા ભયાનક ભૂકંપની યાદ લોકોમાં તાજી થઈ ગઈ હતી. તા.૧૬-૧-૧૮ની મધ્યરાત્રે જ્યારે લોકો ગાઢ નિંદ્રામાં હતા ત્યારે ૧.૪૦ વાગ્યાના અરસામાં ૪.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો નિંદ્રામાંથી સફાળા જાગી ઉઠ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભૂજ તાલુકાના ખાવડા આસપાસનો વિસ્તાર હોવાનું નોંધાયુ છે. નોંધનીય બાબતએ છે કે જ્યારે ૨૬-૧-૦૧ના રોજ કચ્છમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. ત્યારે તે વખતે ૧૫ દિવસ અગાઉ પણ ખાવડા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પરંતુ લોકોએ કે સરકારે તે વખતે કોઈ ગંભીરતા દાખવી નહોતી અને ત્યારપછી ૨૬-૧-૦૧ના દિવસે આવેલા ભૂકંપમા હજારો લોકો મોતને ભેટ્યા હતા. આમ, આજ મધ્યરાત્રીના ભૂકંપના આંચકાથી એવું અનુમાન લગાવી શકાય કે ખાવડા નજીકના વિસ્તારમાં ભૂકંપની ફોલ્ટ લાઈન હજુ પણ સક્રિય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks