કતારનું કહેવું છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીત ચાલુ છે

 

(એજન્સી) તા.ર૦
ઈરાનની અર્ધ-સત્તાવાર ‘મેહર’ (Mehr) ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અધિકારીઓના પ્રતિનિધિમંડળ સાથે તેહરાન પહોંચ્યા છે. સોમવારે, ઈરાનની ‘તસ્નીમ‘ (Tasnim)) ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે મુનીર ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને ઉકેલવા માટેના રાજદ્વારી પ્રયાસો તેમજ પ્રાદેશિક ઘટનાક્રમો અંગે ચર્ચા કરશે. અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધ દરમિયાન, પાકિસ્તાને વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે મધ્યસ્થીની મુખ્ય ભૂમિકા ભજવી છે અને બંને પક્ષો સાથે ગાઢ સંપર્ક જાળવી રાખ્યો છે. ગાઝા શહેરના દક્ષિણ-પૂર્વમાં આવેલા અલ-ઝૈતૂન વિસ્તારમાં બોમ્બમારો થયો હોવાનું તબીબી સૂત્રોએ અલ જઝીરાને જણાવ્યું છે. કતારના વિદેશ મંત્રાલયના મીડિયા ડાયરેક્ટરે ઉમેર્યું કે તેમનો દેશ આશા રાખે છે કે “(અમેરિકા-ઈરાન સંઘર્ષમાં) શક્ય તેટલી વહેલી તકે કોઈ ઉકેલ મળી જાય.” “આપણે આશાવાદી રહેવું જોઈએ, સખત મહેનત કરવી જોઈએ અને ઉકેલ સુધી પહોંચવા માટેની જરૂરિયાતો પ્રત્યે સભાન રહેવું જોઈએ.” “કોઈ લશ્કરી ઉકેલ નથી. સંઘર્ષમાં વધારો (એસ્કેલેશન) ન થવો જોઈએ. શાંતિપૂર્ણ ઉકેલની શક્યતા ચર્ચાના ટેબલ પર હોવી જોઈએ.” કતારના વિદેશ મંત્રાલયના મીડિયા ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, ગયા અઠવાડિયે લેબેનોનની મુલાકાત દરમિયાન કતારના વિદેશ મંત્રીએ ત્યાંના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના લેબેનોનના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. તે અધિકારીએ કહ્યું, “તેમણે લેબેનોનની સુરક્ષા અને સાર્વભૌમત્વની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.” તેમણે વધુમાં જણાવ્યું કે, વિદેશ મંત્રીએ લેબેનોન પર ઈઝરાયેલના હુમલાનો ઉલ્લેખ કર્યો અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો અનુસાર લેબેનોનમાંથી ઈઝરાયેલી દળોને પાછા ખેંચવાની જરૂરિયાત વ્યક્ત કરી. ગલ્ફ સહયોગીઓ સાથેની વાતચીતમાં કતારના વિદેશ મંત્રીએ મુક્ત દરિયાઈ નેવિગેશન (જળમાર્ગે અવરજવર) માટે સમર્થન વ્યક્ત કર્યું. કતારના વિદેશ મંત્રાલયના મીડિયા ડાયરેક્ટર ઈબ્રાહિમ બિન સુલતાન ઈબ્રાહિમ અલ હાશમીએ જણાવ્યું કે, કતારના વિદેશ મંત્રીએ છેલ્લા કેટલાક દિવસોમાં કુવૈત, સઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (ેંછઈ)ના તેમના સમકક્ષો સાથે વાતચીત કરી છે. તેમણે કહ્યું, “ફોન પર થયેલી વાતચીત દરમિયાન, તેમણે પુષ્ટિ કરી કે કતાર તમામ રાજદ્વારી પ્રયાસોને સમર્થન આપે છે, જેનો ઉદ્દેશ્ય તમામ દેશો માટે મુક્ત દરિયાઈ માર્ગો ખુલ્લા રાખવાનો છે.” મંત્રીએ એમ પણ કહ્યું કે, “આનાથી પ્રદેશમાં શાંતિ આવશે.”

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks