કરજણ વિધાનસભાની યોજાનારી પેટાચૂંટણીને અનુલક્ષી વલણમાં કોંગ્રેસ દ્વારા ડિજિટલ સભ્ય નોંધણી અભિયાન શરૂ

 

પાલેજ, તા.૪

કરજણ વિધાનસભા યોજાનારી પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ડિજિટલ સભ્ય નોંધણી અભિયાનના ભાગ રૂપે વલણ ગામે કોંગ્રેસના આગેવાનો બુથ સંયોજકોની હાજરીમાં કાર્યક્રમ કરવામાં યોજવામાં આવ્યો હતો. વલણ પંથકના કાર્યકરો આ પ્રસંગે કોંગ્રેસ આગેવાનો કાર્યકરોનું સંમેલન યોજયું હતું. જેમાં મહેમાનોનું પુષ્પ ગુચ્છથી અને શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના ઉપ પ્રમુખ મુબારકભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય પ્રમુખ નિલા બેન ઉપાધ્યાય, પ્રદેશ પ્રભારી.ડો.ઈરફાન ભાઈ, કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરત ભાઈ અમીન, કિરીટ સિંહ જાડેજા, ચંદ્રકાન્ત પટેલ, ભાસ્કર ભાઈ ભટ્ટ, તાલુકા પંચાયતના સદસ્યો, ગામ આગેવાનો અબ્દુલવલી મટક, મુસ્તાક ટટુ, વલી ભાઈ સાલેહ ઉપસ્થિત રહ્યા હતાં. આગેવાનોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સ્થાનિક વાદ વિવાદ ભૂલી એક જુટ બની ચૂંટણીમાં કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી. કરજણ ગ્રામ્ય વિસ્તારોમાં અતિ વૃષ્ટિનાં કારણે ઉભા પાકોને નુકસાન થયું છે. ત્યારે સરકાર વિરૂધ્ધ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરી વિસ્તારમાં આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવમાં કરોડો રૂપિયા ખર્ચવા છતાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું ધ્યાને પડતાં સતાધારી પક્ષથી મતદારોમાં નારાજગી જોવા મળે છે. કરજણ પેટા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે આવનાર દિવસોમાં વધુ ચિત્ર સ્પષ્ટ થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks