કરજણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આવતીકાલે યોજાશે

 

વડોદરા, તા.૧
કરજણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી તા.૩.૧૧.૨૦૨૦ને મંગળવારના રોજ યોજાનાર છે. જ્યારે તા.૧૦.૧૧.૨૦૨૦ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પેટા ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તા.૨.૧૧.૨૦ના રોજ કરજણ ખાતેના રવાનગી કેન્દ્રથી મતદાન ટુકડીઓ ૩૧૧ મતદાન મથકો ખાતે રવાના થશે.
કરજણ બેઠક પર ૧,૦૪,૮૩૪ પુરૂષ, ૯૯,૭૬૧ સ્ત્રી તેમજ અન્ય ૧૩ સહિત કુલ ૨,૦૪,૬૦૮ મતદારો નોંધાયા છે. જ્યારે ૨૪૬ મુખ્ય મતદાન મથકો અને ૬૫ પૂરક સહિત કુલ ૩૧૧ મતદાન મથકોનો સમાવેશ થાય છે.કોવિડ- ૧૯ને કારણે ચૂંટણી પંચની સૂચના મુજબ કરજણ બેઠક પર ૬૫ પૂરક મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks