કર્ણાટકના પરિણામો : એક મહિલા સહિત ૭ મુસ્લિમ ઉમેદવારો જીત્યા

(એજન્સી) બેંગલુરૂ, તા.૧૫
કર્ણાટક વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપને ૧૦૪ સીટ, કોંગ્રેસને ૭૮ અને જનતા દળ (એસ)ને ૩૭ સીટ મળી છે ત્યારે રાજ્યની નવી વિધાનસભામાં એક મહિલા સહિત ૭ મુસ્લિમ ઉમેદવારો ચૂંટાઇ આવ્યા છે. ૨૦૧૩ની ચૂંટણીઓમાં ૧૧ મુસ્લિમો ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. એટલે આ વખતે વિધાનસભામાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ૧૧થી ઘટીને ૭ થઇ ગઇ છે. જ્યારે અન્ય ૯ મુસ્લિમ ઉમેદવારો બીજા નંબરે રહ્યા છે. જીતેલા ૭ ઉમેદવારો બધા જ કોંગ્રેસના છે. વિજય હાંસલ કરનારા મુસ્લિમ ઉમેદવારોમાં કોંગ્રેસના અગ્રણી રોશન બેગ અને મહિલા ઉમેદવાર કનિઝ ફાતિમાનો સમાવેશ થાય છે. બેગ શિવાજીનગર અને ફાતિમા ગુલબર્ગા ઉત્તરથી વિજયી થયા છે.

જીતેલા ૭ મુસ્લિમ ઉમેદવારો
નામ મતવિસ્તાર પક્ષ સરસાઇ હારનાર
(મતોની) પક્ષ
૧. યુ.ટી.અબ્દુલ કાદર મેંગલોર કોંગ્રેસ ૧૯૭૩૯ ભાજપ
૨. તનવીર સૈત નરસિમ્હારાજા કોંગ્રેસ ૧૮૧૨૭ ભાજપ
૩. એન.એ.હારિસ શાંતિનગર કોંગ્રેસ ૧૮૨૦૫ ભાજપ
૪. આર.રોશન બેગ શિવાજીનગર કોંગ્રેસ ૧૫૦૪૦ ભાજપ
૫. રહીમખાન બિદર કોંગ્રેસ ૧૦૨૪૫ ભાજપ
૬. બી.ઝેડ.ઝમીર એહમદખાન ચમરાજપેટ કોંગ્રેસ ૩૩૧૩૭ ભાજપ
૭. કનિઝ ફાતિમા ગુલબર્ગા ઉત્તર કોંગ્રેસ ૫૯૪૦ ભાજપ

બીજા નંબરે રહેલા ૯ મુસ્લિમ ઉમેદવારો
નામ મતવિસ્તાર પક્ષ વિજેતા પક્ષ
૧. ફિરોઝ નુરૂદ્દીન સૈથ બેલગૌમ ઉત્તર કોંગ્રેસ ભાજપ
૨. અબ્દુલ હમીદ મુશરિફ બીજાપુર કોંગ્રેસ ભાજપ
૩. ઇક્બાલ અન્સારી ગંગાવતી કોંગ્રેસ ભાજપ
૪. મો.ઇસ્માઇલ તમતગર હુબલી-ધારવાડ પશ્ચિમ કોંગ્રેસ ભાજપ
૫. સૈયદ ઝમીર પાશા કોલર કોંગ્રેસ જેડી-એસ

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks