કર્ણાટક : મેંગ્લુરૂમાં ‘‘પાકિસ્તાન ઝિંદાબાદ”ના સૂત્રો પોકારવાના મામલે એક વ્યક્તિનું “મોબ લિંચિંગ”કરાયાની ઘટના; ૧૦ની ધરપકડ કરાઈ

સરકારના નવા કાયદા મુજબ ભલે મર્ડર કેસના આરોપીને આજીવન કેદ થાય પરંતુ લિંચિંગના આરોપીને ૭ વર્ષ સુધીની સજા થાય ! લિંચિંગ સામાન્ય રીતે કોનું થાય છે તે તો સૌ જાણે છે અને લિંચિંગના કેસમાં મર્ડર થયા બાદ અચૂક (૧) મરનાર પાકિસ્તાન ઝિંદાબાદના સ્લોગન બોલતો’તો અથવા (ર) તે ગૌમાંસ કે ગાયની તસ્કરી કે હેરાફેરી એટલે સીધા કતલખાને લઈ જતો હતો (૩) મરનાર તે ચોર હતો જેવા આરોપ મૂકી વળી મૃત્યુ પામનાર સામે અને તો તેનો મિત્ર બચી ગયો હોય અને તે નજરે જોનાર સાહેદ ન બને તે પણ મદદગારીમાં લેવાઈ જાય !  પરંતુ પોલીસે તટસ્થ તપાસ કરવી જોઈએ કારણ કે જે રાજ્યમાં ન્યાયથી લોકો વંચિત રહી જતાં હોય છે ત્યાં અરાજકતા પરિણમે છે અને માટે જ લોકો ભારતના સોનેરી કાળ એટલે જહાંગીરના ન્યાય-જહાંગીર કા ઈન્સાફને ઈતિહાસની ચોપડીઓ વડે યાદ કરે છે. ન્યાય માટેનો ઘંટ કિલ્લાના ઈન્સાફને ઈતિહાસની ચોપડીઓ વડે યાદ કરે છે. ન્યાય માટેનો ઘંટ કિલ્લાના દરવાજે લગાડેલ અને એક સામાન્ય વ્યક્તિ પણ ન્યાય માટે ઘંટ વગાડે એટલે સીધા રાજાના દરબારમાં એ વ્યક્તિની ફરિયાદની સુનાવણી થાય. શું રાજધર્મ લોકો શિખવાડશે ?

(એજન્સી)                 મેંગલુરુ, તા.૩૦
કર્ણાટક બેંગ્લોરમાં રવિવારે બપોરે એક ક્રિકેટ ટુર્નામેન્ટમાં જ્યાં ૧૦ ટીમો રમી રહી હતી ત્યાં”પાકિસ્તાન ઝિંદાબાદ”ના સૂત્રોચારના મામલાને લઈને એક વ્યક્તિનું મોબ લિંચિંગ કરી નાખવામાં આવ્યું હોવાનું જાહેર થયું છે. ક્રિકેટ મેચ દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા બોલવા બદલ ટોળાએ એક યુવાનની હત્યા કરી નાખી હોવાની ઘટનાને ગૃહમંત્રી જી પરમેશ્વરે સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને વધુ વિગતોની રાહ જોવાય છે પણ આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવ્યું હતું કે સતત માર પડવાથી અને આંતરિક રીતે લોહીનો સ્ત્રાવ થતાં આ વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ક્રિકેટની મેચ દરમિયાન એ વ્યક્તિ પાકિસ્તાન ઝિંદાબાદના નારા પોકારતો હતો. આથી એક ટોળાંએ ભેગા મળીને તેને સખત માર માર્યો હતો. જેને કારણે તેને ઈજા થઈ હતી અને દવાખાને લઈ જવાયો હતો. આ ઘટના અંગે ૧૦થી ૧૨ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ થઈ રહી છે અને એ વ્યક્તિ કોણ હતી તેની પણ તપાસ થઈ રહી છે.  મેંગલુરુ શહેરના સીમાડા પર આવેલા કુડુપુર ગામમાં ટુર્નામેન્ટ ચાલી રહી હતી ત્યારે બપોરે ત્રણ વાગ્યે આ ઘટના બની હોવાનું પોલીસે જણાવ્યું હતું. અહીં ચાલી રહેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૧૦ ટીમો રમી રહી હતી અને ૧૬ જેટલા ખેલાડીઓ પણ ત્યાં રમી રહ્યા હતા. નજરે જોનારા કેટલાક લોકોએ કહ્યું હતું કે સચિન નામની એક વ્યક્તિ સાથે નારા બોલવા બાબત એ વ્યક્તિને ઝઘડો થયો હતો. એ પછી બીજા કેટલાક લોકો આવ્યા હતા અને લાકડીઓથી અને લાતો મારી મારીને એ વ્યક્તિને ઢોર મારવાનું ચાલુ કર્યું હતું. ત્યાંથી પસાર થતાં લોકોએ પણ એ વ્યક્તિને બચાવવાની કોશિશ કરી હતી. પોલીસ સાંજે સાડા પાંચ વાગ્યે ઘટના સ્થળે પહોંચી હતી. મેંગલુરુના પોલીસ કમિશનર અનુપમ અગ્રવાલે જણાવ્યું હતું કે શરૂઆતમાં આ કુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો હતો પણ મંદિર પાસેના મેદાનમાંથી એ વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોસ્ટમોર્ટમમાં તેને માર પડવાથી મોત થયેલું જાહેર થયા પછી અને તેના શરીર પર ઇજાના નિશાન જોયા પછી પોલીસે તપાસ શરૂ કરી હતી અને મુખ્ય આરોપી સચિનની પહેલા ધરપકડ કરવામાં આવી હતી. જો મોબ લિંચિંગની ઘટના પુરવાર થશે તો એ માટે આજીવન કેદ અથવા ફાંસીની સજાની જોગવાઈ છે. આવી ઘટનામાં પાંચથી વધુ વ્યક્તિઓ હોય તો મોબ લિંચિંગ ગણાય છે. પોલીસે જણાવ્યું હતું કે તે સ્થાનિક નાગરિક દીપકકુમાર સામે પણ કેસ કરવામાં આવ્યો છે અને આ ઘટનામાં એફઆઇઆરમાં કુલ ૧૯ આરોપીઓના નામ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks